ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ બાંગ્લાદેશી ક્રિકેટની બોલિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે તે ECBની કોઈપણ ટુર્નામેન્ટમાં બોલિંગ કરી શકશે નહીં. આ પ્રતિબંધ 10 ડિસેમ્બરથી લાગુ કર્યો છે. 37 વર્ષીય ઓલરાઉન્ડર શાકિબે સપ્ટેમ્બરમાં કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરે માટે એક મેચ રમી અને બોલિંગ કરી. આ સમય દરમિયાન મેદાન પરના અમ્પાયરે તેની બોલિંગ એક્શનને ગેરકાયદેસર ગણાવી હતી અને તેની જાણ કરી હતી. તે રિપોર્ટ પર ઇંગ્લિશ બોર્ડે કાર્યવાહી કરી છે. શાકિબ લોફબોરો યુનિવર્સિટીની પરીક્ષામાં નાપાસ થયો હતો
શકીલ અલ હસન 10 ડિસેમ્બરે લોફબોરો યુનિવર્સિટીમાં સ્વતંત્ર પરીક્ષામાં નિષ્ફળ ગયો. સસ્પેન્શન દૂર કરવા માટે તેણે પુનઃમૂલ્યાંકન કરાવવું પડશે. શાકિબની કોણીનું વિસ્તરણ પુનઃમૂલ્યાંકન માટેના નિયમોથી નિર્ધારિત 15-ડિગ્રી મર્યાદા કરતા ઓછું હોવું જોઈએ. 3 મહિના પહેલા નિવૃત્તિની જાહેરાત કરી
શાકિબ અલ હસને ભારતના બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે કાનપુર ટેસ્ટ દરમિયાન કહ્યું હતું- હું મારી કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મીરપુરમાં રમવા માગુ છું. BCB મારા ઘરે પરત ફરવાની તૈયારી કરી રહ્યું છે. જો હું બાંગ્લાદેશ પરત નહીં ફરી શકું તો કાનપુર ટેસ્ટ છેલ્લી ટેસ્ટ હશે. જોકે શાકિબ સ્વદેશ પરત ફર્યો હતો, પરંતુ તે સાઉથ આફ્રિકા સામે મીરપુર ટેસ્ટ રમી શક્યો નહોતો.