back to top
Homeગુજરાતબ્રિજ પરથી પરિણીત પ્રેમીપંખીડાં નદીમાં કૂદી ગયાં:સુરતમાં તાપી નદીમાંથી ચાર દિવસે પ્રેમીનો...

બ્રિજ પરથી પરિણીત પ્રેમીપંખીડાં નદીમાં કૂદી ગયાં:સુરતમાં તાપી નદીમાંથી ચાર દિવસે પ્રેમીનો મૃતદેહ મળ્યો, પ્રેમિકા હજુ પણ લાપતા, પાંચ મહિનાના દીકરાએ પિતા ગુમાવ્યા

સુરતમાં એક પરિણીત પ્રેમીપંખીડાં ઘરેથી ભાગી જઈને બ્રિજ પરથી તાપી નદીમાં કૂદી ગયાં હતાં. આ અંગેની જાણ થતાં બંનેની શોધખોળ કરવામાં આવી હતી, જોકે, કોઈ પત્તો લાગ્યો નહોતો. આ દરમિયાન પ્રેમીનો મૃતદેહ તાપી નદીમાંથી ચાર દિવસે મળ્યો હતો, જ્યારે પ્રેમિકાનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે બંને પ્રેમીપંખીડાં પરિણીત છે. પ્રેમીને એક પાંચ મહિનાનો દીકરો પણ છે. રાકેશ મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા
મળતી માહિતી પ્રમાણે, મૂળ ભાવનગર અને સુરતમાં પર્વત પાટિયા વિસ્તારમાં અમેજિયા વોટરપાર્ક પાસે ખુલ્લા પ્લોટમાં 18 વર્ષીય રાકેશ ભૂપતભાઈ પરમાર પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની અને એક પાંચ મહિનાનો દીકરો છે. રાકેશ મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. પાંચ મહિના પહેલાં જ રાકેશની પત્નીએ દીકરાને જન્મ આપ્યો હતો, જેથી પરિવારમાં ખુશીનો પણ માહોલ હતો. દોઢ વર્ષ પહેલાં રાકેશ મહિલાના સંપર્કમાં આવ્યો
રાકેશ અને તેની 22 વર્ષીય પ્રેમિકા મહિલા જેના પણ લગ્ન થઈ ગયાં છે તે તેના પતિ સાથે રાકેશની નજીકમાં રહેતી હતી. તેના લગ્ન 3 વર્ષ પહેલાં થઈ ગયા છે. એક કે દોઢ વર્ષ પહેલાં રાકેશ અને આ મહિલા સંપર્કમાં આવ્યાં હતાં અને બંનેનો પ્રેમસંબંધ બંધાયો હતો, જોકે આ બાબતે પરિવારજનોને પણ જાણ થઈ ગઈ હતી. આ દરમિયાન રાકેશના ઘરે દીકરાનો જન્મ થયા બાદ બંનેને એવું હતું કે હવે બંને સાથે રહી શકે એવી સ્થિતિ ન હોવાનું માની રહ્યાં હતાં. બાઈક અને મોબાઇલ ફોન બ્રિજ પર જ મૂકી બંને કૂદી ગયાં
ગત 10 ડિસેમ્બરના રોજ રાકેશ અને તેની પ્રેમિકા સાથે બપોરે બાઈક પર ઘરે કંઇપણ કહ્યા વિના નીકળી ગયાં હતાં. ત્યાર બાદ બંને મગદલ્લા બ્રિજ પર પહોંચી ગયાં હતાં, જ્યાં બાઈક અને મોબાઇલ ફોન બ્રિજ પર જ મૂકી બંને તાપી નદીમાં કૂદી ગયાં હતાં. એ અંગે પરિવારને પણ જાણ કરવામાં આવી હતી. આ સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા બંનેની શોધખોળ હાથ ધરી હતી, જોકે ચાર દિવસ સુધી કોઈ પત્તો લાગ્યો નહોતો. આ સાથે જ પરિવાર અને સંબંધીઓ પણ શોધખોળ કરતા હતા. હજુ સુધી તેની પ્રેમિકાનો કોઈ પત્તો લાગ્યો નથી
ગત રોજ સાંજે રાકેશનો મૃતદેહ સરદાર બ્રિજ નીચે દરિયા સંકુલ નજીક મળ્યો હતો, જેથી ફાયર વિભાગ દ્વારા રાકેશના મૃતદેહને નદીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જોકે હજુ સુધી તેની પ્રેમિકાનો કોઈ પત્તો લાગ્યો નથી. આ બાબતે પરિવાર પણ સિવિલ દોડી આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments