back to top
Homeમનોરંજનરાજ કપૂરની 100મી બર્થ એનિવર્સરીનું સેલિબ્રેશન:રણબીર-આલિયાએ હાજરી આપી, પ્રેમ ચોપરા પણ જોવા...

રાજ કપૂરની 100મી બર્થ એનિવર્સરીનું સેલિબ્રેશન:રણબીર-આલિયાએ હાજરી આપી, પ્રેમ ચોપરા પણ જોવા મળ્યા; ત્રણ દિવસ સુધી સેલિબ્રેશન ચાલુ રહેશે

રાજ કપૂરની 100મી જન્મજયંતિનો કાર્યક્રમ ગઈકાલથી મુંબઈમાં શરૂ થયો છે. અંધેરીના પીવીઆર ઈન્ફિનિટી મોલમાં આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટ તારીખ 13-15 ડિસેમ્બર સુધી ચાલશે. કપૂર પરિવાર સિવાય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા પ્રખ્યાત સ્ટાર્સ તેમાં ભાગ લેવા આવ્યા હતા. આ ઈવેન્ટમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કરીના કપૂર, સૈફ અલી ખાન અને કરિશ્મા કપૂર જોવા મળ્યા હતા. પીઢ અભિનેતા પ્રેમ ચોપરા પણ ત્યાં જોવા મળ્યા હતા. આ ઈવેન્ટનું આયોજન કપૂર પરિવાર દ્વારા બાકી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સહયોગથી કરવામાં આવ્યું છે. આ ખાસ અવસર પર રાજ કપૂરની 10 લોકપ્રિય ફિલ્મો 40 શહેરોના 135 થિયેટરોમાં બતાવવામાં આવશે. તમે આ ફિલ્મો માત્ર 100 રૂપિયામાં જોઈ શકો છો. આ ફિલ્મો ફક્ત PVR અને સિનેપોલિસ થિયેટરોમાં જ જોઈ શકાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments