અનિરુદ્ધસિંહ પરમાર
2025-26ના બજેટ માટે મ્યુનિ.એ લોકો પાસેથી પોતાના મંતવ્યો મગાવ્યાં હતાં. શહેરને સુંદર, સુદૃઢ બનાવવા 3 હજારથી વધુ લોકોએ આ અંગે પોતાના મંતવ્યો આપ્યાં હતાં. મ્યુનિ. કમિશનર-નાણા વિભાગના અધિકારીઓ નાગરિકોના મંતવ્યોના આધારે બજેટમાં શું વ્યવસ્થા કરી શકાય તેના પર કામ કરશે. પ્રાથમિક સુવિધા અંગે સૌથી વધુ મંતવ્યો મળ્યા હતા. લોકોએ સરકારના ખર્ચે મુકાતા બાંકડા જેવી વસ્તુઓ પર નેતાઓના નામના બદલે માત્ર ‘ઈમાનદાર શહેરી નાગરિકોએ ભરેલા ટેક્સમાંથી’ લખવાનું સૂચન કર્યું હતું. મહિલાઓ : ફ્રી ટ્રાન્સપોર્ટેશનની માગ
{ એમટીએસ- બીઆરટીએસ મહિલા માટે ફ્રી કરો.
{ મહિલાઓ માટેના ટોયલેટની સંખ્યા- સ્થિતિ સુધારવી.
સ્વચ્છતા : છેલ્લા રવિવારે સ્વચ્છ શહેરની ડ્રાઇવ
{ પાન- મસાલા ખાઇ થૂંકનારા પર દંડની રકમ વધારવી.
{ દિવસમાં બે વાર સફાઇ થવી જોઈએ.
{ સફાઇ કામદારો વચ્ચે હરીફાઇ કરી સારું કામ કરનારને ઇનામ આપી પ્રોત્સાહિત કરવા જોઈએ.
{ પ્લાસ્ટિક અને ઇ-વેસ્ટ કલેક્શન ડ્રાઇવ કરવી.
{ મહિનાના છેલ્લા રવિવારે સ્વચ્છતાની ડ્રાઈવ યોજવી.
પ્રાથમિક સુવિધા : દરેક વોર્ડમાં ગાર્ડન બનાવો
{ મ્યુનિ. ટેક્સ બિલની પાછળ વાર્ષિક હિસાબ આપવો.
{ વોર્ડ દીઠ નાગરિક સિટીઝન કમિટી બનાવવી.
{ દરેક વોર્ડમાં પબ્લિક ગાર્ડન બનાવવા.
{ દબાણ ખાતામાં મોનિટરિંગ સેલ ઊભો કરવો.
ટ્રાફિક : અંદરના રોડ પણ પહોળા કરો
{ ટ્રાફિક ફ્લો પ્રમાણે જંક્શનનો ટાઇમ નક્કી કરવો.
{ અંદરના વિસ્તારોના રોડ પણ પહોળા કરવો.
{ લોકલ ટ્રાન્સપોર્ટેશનની કનેક્ટિવિટી વધારવી.
{ ફ્રી લેફ્ટ ટર્નની સુવિધા વિકસાવવી. રોચક મંતવ્યો… 10 વર્ષથી ટેક્સ ભરનારને ગ્રીન કાર્ડ આપો { સ્કૂલોમાં સાપ્તાહિક 2થી 3 કલાકનું વોલિયેન્ટર શિક્ષણનું આયોજન કરો.
{ 10 વર્ષથી રેગ્યુલર ટેક્સ ભરનારને ગ્રીન કાર્ડની સુવિધા આપવી, યોજનાઓમાં અગ્રતા આપવી જોઈએ.
{ બાંકડા, બસ જેવા જાહેર સ્થળો પર નેતાના સ્થાને ‘ઇમાનદાર નાગરિકોના નામે’ લખવું.
{ જાણીતી વ્યક્તિ દ્વારા મેટ્રોનું પ્રમોશન કરાવવું જોઈએ.
{ દુબઈ અને જાપાનની જેમ નોઇસ પોલ્યુશન ઘટાડવા પગલાં લો.
{ અઠવાડિયાનો એક દિવસ કાર ફ્રી દિવસ જાહેર કરવો
{ 1 કરોડથી વધુ કિંમતની કાર પર વધુ ટેક્સ લગાવો.
{ વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા ખાનગી બગીચા ધરાવતા મકાનોને વધારે પાણી આપવું.
{ બ્રિજ પર પિંજરા જેવી ડિઝાઇનની જગ્યાએ એલિસબ્રિજ જેવી ડેકોરેટીવ લાઇટ મુકવી
{ શહેરની સમસ્યાના ઉકેલ માટે વિદ્યાર્થીઓ અને બુદ્ધિજીવીઓ સાથે બ્રેઇન સ્ટ્રોમિંગ કરીને ન્યૂયોર્ક, લંડનની જેવી હેકાથોન યોજવી જોઈએ. ગોદરેજ ગાર્ડન સિટીના 135 રહીશોએ પ્રાથમિક સુવિધા અંગે ફરિયાદ કરી
બજેટના મંતવ્યોમાં પહેલીવાર ગોદરેજ ગાર્ડન સિટીના 135 રહીશોએ એક સાથે પોતાની સમસ્યા મ્યુનિ. સમક્ષ રજૂ કરી છે. મોટી સંખ્યામાં ફરિયાદ આવતા મ્યુનિસિપલ કમિશનરે ગોદરેજ ગાર્ડન સિટીની સમસ્યાની તપાસ કરવા માટે ડે. મ્યુનિ. કમિશનરને આદેશ કર્યો છે. આગામી દિવસોમાં નાગરિકો, બિલ્ડર અને મ્યુનિ. વચ્ચે થયેલા કરારના અભ્યાસ બાદ યોગ્ય નિર્ણય લેવાશે. સૌથી વધુ પ્રાથમિક સુવિધા વિકસાવવા અંગે મંતવ્યો આપ્યા. પ્રાથમિક સુવિધા માટે સૌથી વધુ સૂચન મળ્યા 2019
સૂચન રોડ, ડ્રેનેજ, પાણી, બ્રિજ, લાઈટની સુવિધા વગેરે 784
સ્વિમિંગ પૂલ, કોમ્યુનિટી હોલ 138
સેવામાં સુધારા- વધારા માટે 10
મ્યુનિ.ની આવક વધારવા માટે