બીજી T20 મેચમાં સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું. આ સાથે ટીમે 3 મેચની સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. સાઉથ આફ્રિકાએ પ્રથમ મેચ 11 રને જીતી હતી. ત્રીજી મેચ આજે જોહાનિસબર્ગમાં રમાશે. શુક્રવારે સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક ક્રિકેટ સ્ટેડિયમમાં પાકિસ્તાને ટૉસ જીતીને 20 ઓવરમાં 5 વિકેટે 206 રન બનાવ્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકાએ 19.3 ઓવરમાં 3 વિકેટે ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. સાઉથ આફ્રિકાના ઓપનર રીઝા હેન્ડ્રીક્સે સદી ફટકારી હતી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કર્યો હતો. અયુબે અણનમ 98 રન બનાવ્યા, 5 સિક્સર ફટકારી
બીજી T20માં પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનર સૈમ અયુબ 98 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 11 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. બાબર આઝમે 31 રન, ઈરફાન ખાને 30 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી ડેયાન ગેલિમ અને ઓટનિયલ બાર્ટમેને 2-2 વિકેટ ઝડપી હતી. જ્યોર્જ લિન્ડેને 1 વિકેટ મળી હતી. હેન્ડ્રીક્સની સદી, આફ્રિકાએ 207 રનના ટાર્ગેટને ચેઝ કર્યો
207 રનના ટાર્ગેટને ચેઝ કરતા રીઝા હેન્ડ્રીક્સે 54 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. રીઝાએ 185ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી અને 63 બોલમાં 117 રન બનાવ્યા. તેણે પોતાની ઇનિંગમાં 10 સિક્સ અને 7 ફોર ફટકારી હતી. આ સિવાય રાસી વાન ડેર ડુસેને પણ 66 રનની અણનમ ઇનિંગ રમી હતી. પાકિસ્તાન તરફથી જહાન્દાદ ખાને 2 વિકેટ લીધી હતી. અબ્બાસ આફ્રિદીને 1 વિકેટ મળી હતી. હેન્ડ્રીક્સ સદી પછી ટ્રેન્ડમાં આવ્યો
સાઉથ આફ્રિકાનો બેટર રીઝા હેન્ડ્રીક્સે પાકિસ્તાન સામે 117 રનની સદીની ઇનિંગ રમી હતી. આ પછી તે ગૂગલ પર સર્ચ થવા લાગ્યો અને ટ્રેન્ડમાં આવ્યો. નીચે ગૂગલ ટ્રેન્ડ જુઓ… સંદર્ભ: Google Trends