વિશ્વની ટોચની કંપનીઓ ગૂગલ માઇક્રોસોફ્ટ, મેટા જેવી અનેક ટોચની ટેક કંપનીઓ ડેટા સેન્ટર્સ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે ત્યારે હવે ડિજિટલ ક્ષેત્રે જેટ ગતિએ આગળ ધપી રહેલા ભારતમાં પણ હવે વધુને વધુ ડેટા સેન્ટર્સ ખોલવા પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. ગુજરાતમાં હાલમાં 2 સહિત દેશમાં કુલ 152 ડેટા સેન્ટર કાર્યરત છે ત્યારે આગામી 2030ની સાલ સુધીમાં રાજ્યના કરોડો યુઝર્સને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં 8 જેટલા ડેટા સેન્ટર કાર્યરત કરવા પડશે અને તેના માટે રાજ્ય સરકાર ગિફ્ટ સિટીમાં ડેટા સેન્ટર ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. ભારતમાં ડેટા સેન્ટર થકી સમગ્ર વિશ્વમાં કુલ 10978 ડેટા સેન્ટર એક્ટિવ છે. જેમાં ભારતમાં 2024 સુધીમાં 152 ડેટા સેન્ટર કાર્યરત થયા છે. જે વિશ્વની સાથે સરખામણી કરીએ તો દોઢ ટકા કરતા પણ ઓછા એટલે કે 1.38 ટકા જ ડેટા સેન્ટર્સ છે. તેમાં પણ ડેટા સેન્ટરે સમગ્ર રાજ્યમાં ગુજરાત હજુ ઘણું પાછળ છે. રોલમોડલ ગણાતા ગુજરાતમાં અત્યાર સુધીમાં માત્ર 2 ડેટા સેન્ટર કાર્યરત થયા છે અને તે પણ અમદાવાદ ખાતે કાર્યરત છે. જ્યારે 2030 સુધીમાં રાજ્યના કરોડો યુઝર્સ અને કંપનીઓના ડેટાની જાળવણીને ધ્યાનમાં રાખીને 8 જેટલા ડેટા સેન્ટર કાર્યરત કરવા પડશે. સમગ્ર દેશમાં સૌથી વધુ મુંબઇમાં 37 ડેટા સેન્ટર કાર્યરત છે. ત્યારબાદ બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નાઇ, દિલ્હી સહિતના શહેરોનો ક્રમ આવે છે. હાલમાં દેશના ડેટા સેન્ટર્સ 950થી 1000 મેગાવોટની ક્ષમતા ધરાવે છે. 2028 સુધીમાં તેમની ક્ષમતા 3.29 ગીગાવોટ જેટલી વધારવી પડશે. ડેટા સેન્ટરથી ભવિષ્યમાં આટલા ફાયદાઓ થઇ શકશે ડેટા કેન્દ્રો વ્યવસાયો અને વ્યક્તિઓ માટે એકસરખા ઘણા લાભો પ્રદાન કરે છે. ડેટા સેન્ટર્સના કારણે કેન્દ્રીયકૃત ડેટા સંગ્રહ અને સંચાલન સુવ્યવસ્થિત કામગીરી થાય છે અને મેન્યુઅલ પ્રયત્નો ઘટાડે છે. ડેટા અને એપ્લિકેશનને બૂસ્ટ કરવા માટે વિશ્વસનીય અને ઝડપી છે. વધતી જતી વ્યાપારી જરૂરિયાતોને સમાવવા માટે ડેટા કેન્દ્રોને સરળતાથી માપી શકાય છે.આપત્તિઓના સમયમાં મજબૂત બેકઅપ અને પુનઃપ્રાપ્તિ પ્રણાલીઓ વ્યવસાય સાતત્યની ખાતરી કરે છે. માહિતીની વ્યક્તિગત સુરક્ષા માટે ડેટા કેન્દ્રો કડક ડેટા ગોપનીયતા નિયમોનું પાલન કરે છે, ડેટા સેન્ટરની કામગીરીને આઉટસોર્સ કરીને વ્યવસાયો મૂડી ખર્ચ અને ઓપરેશનલ ખર્ચ ઘટાડી શકે છે. ડેટા સેન્ટર ટેક્નોલોજીનું ભવિષ્ય કેવું રહેશે? ડેટા સેન્ટર ટેક્નોલોજીનું ભાવિ નોંધપાત્ર ઉત્ક્રાંતિ માટે તૈયાર છે, જેના દ્વારા સંચાલિત ડેટાની માંગમાં વધારો, ટેક્નોલોજીમાં પ્રગતિ અને તેના પર વધતો ભાર ટકાઉપણું ડેટા કેન્દ્રોના કમ્પ્યૂટિંગ ડેટાની રિયલ-ટાઇમ પ્રોસેસિંગને સક્ષમ કરશે, લેટન્સી ઘટાડવા અને પ્રતિભાવ સમય સુધારવા નેટવર્ક ડેટા સેન્ટરની ધારની નજીક વિતરીત કરવામાં આવશે. રિયલ ટાઇમ પ્રોસેસિંગ, ઇન્ટેલિજન્સ ઓપરેશન્સ, ઉન્નત સુરક્ષા, રિન્યૂએબલ એનર્જી, રિવોલ્યૂશનરી પ્રોસેસિંગ પાવર સહિતની ઉત્ક્રાંતિનો ગ્રાહકોને લાભ મળશે. ગિફ્ટ સિટીમાં ડેટા સેન્ટર્સ ડેવલપમેન્ટ માટે સરકાર કાર્યરત, 2028 સુધીમાં દેશને ડેટા સેન્ટર્સની ક્ષમતા 3.29 ગીગાવોટ સુધી વધારવી પડશે ડેટા સેન્ટર (DC) શું છે? ડેટા સેન્ટર એ એક ભૌતિક સુવિધા છે જેમાં કમ્પ્યૂટર સિસ્ટમ તેની સાથે સંકળાયેલ છે. જેમાં કોઇપણ કંપનીના વિશ્વના કરોડો યુઝર્સનો ડેટા સંગ્રહિત કરવામાં આવે છે. આ યુઝર્સનો ડેટા જ્યાં સંગ્રહિત કરવામાં આવે છે તેને ડેટા સેન્ટર તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર યુઝર્સની જે પ્રોફાઇલ છે તેના ફોટા અને વીડિયો ડેટા સેન્ટરમાં સ્ટોર થાય છે. અનેક મોટી-મોટી કંપનીઓ પોતાના ડેટા સેન્ટર ધરાવતી હોય છે.
ડેટા સેન્ટરથી આ ક્ષેત્રમાં રોજગારીની તકો ઉપલબ્ધ થશે નેટવર્ક એન્જિનિયર્સ, સિસ્ટમ સંચાલકો, ડેટાબેઝ સંચાલકો, સુરક્ષા ઇજનેરો, આઇટી સપોર્ટ ટેક્નિશિયન, સોફ્ટવેર ડેવલપર્સ, ક્લાઉડ એન્જિનિયર્સ, ડેટા વૈજ્ઞાનિકો, સાયબર સુરક્ષા નિષ્ણાતો ભારત વિશ્વમાં 13મા ક્રમે સૌથી વધુ ડેટા સેન્ટર્સમાં ટોપ 10માં અમેરિકા 5388 ડેટા સેન્ટર સાથે પ્રથમ ક્રમે છે. ત્યારબાદ જર્મની 522, યુ.કે.517, ચાઇના 449, કેનેડા 336, ફ્રાન્સ 315, ઓસ્ટ્રેલિયા 306, નેધરલેન્ડ 300, રશિયા 255, જાપાન 219 ડેટા સેન્ટર ધરાવે છે. જ્યારે ભારત 152 ડેટા સેન્ટર સાથે 13મા ક્રમે છે. એક્સપર્ટ | પ્રશાંતભાઇ ગોંડલિયા, ચેર ઓફ વર્કિંગ ગ્રૂપ-7, આર્ટિફિશિયલ, ઇન્ટેલિજન્સ, વર્લ્ડ બ્રોડ બેન્ડ એસોસિએશન