back to top
Homeભારત97 વર્ષના લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી:મોડી રાતે દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા,...

97 વર્ષના લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી:મોડી રાતે દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા, થોડા દિવસો અગાઉ પણ તબિયત બગડી હતી

ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને શુક્રવારે મોડી રાત્રે દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 97 વર્ષીય ભાજપના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીની સારવાર ન્યુરોલોજી વિભાગના વરિષ્ઠ સલાહકાર ડો. વિનીત સૂરીની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. અગાઉ 04 જુલાઈ 2024ના રોજ પણ અડવાણીને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના થોડા દિવસો પહેલા અડવાણીને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં લઈ જવામાં આવ્યા હતા. AIIMSમાં એક રાત રોકાયા બાદ તેમને રજા આપવામાં આવી હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવા પણ અહેવાલ છે કે તેમને રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. હજુ પણ ભાજપના સક્રિય સભ્ય
1980માં ભાજપની રચના થઈ ત્યારથી લાલકૃષ્ણ અડવાણી ભાજપના સંગઠનાત્મક નેતા તરીકે ઉભરી આવ્યા. જે બાદ તેઓ નાયબ વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા હતા. અડવાણી લાંબા સમય સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. 22 ઓક્ટોબર, 2024ના રોજ ભાજપના ત્રણ નેતાઓ વિનોદ તાવડે, અરુણ સિંહ અને શોભા કરંડલાજેએ 96 વર્ષીય અડવાણીને સક્રિય સભ્ય બનાવ્યા. તે જ વર્ષે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કૃષ્ણ અડવાણીની તેમના ઘરે મુલાકાત લીધી અને તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા. 2015માં, અડવાણીને ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. લાલકૃષ્ણ અડવાણીએ લગભગ ત્રણ દાયકાની સંસદીય કારકિર્દી જોઈ છે. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરનાર અને તેને રાષ્ટ્રીય સ્તરે લાવનાર નેતાઓમાં તેઓ હતા. લાલકૃષ્ણ અડવાણીને ક્યારેક પાર્ટીના નેતા તો ક્યારેક લોખંડી પુરુષ તો ક્યારેક પાર્ટીનો અસલી ચહેરો કહેવામાં આવતા હતા. તેમને ભારતીય જનતા પાર્ટીના આર્કિટેક્ટ પણ કહેવામાં આવે છે. એનડીએની જીત બાદ અડવાણીને મળવા પહોંચ્યા હતા મોદી
7 જૂને લોકસભા ચૂંટણીમાં NDAની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે અડવાણીને પુષ્પગુચ્છ અર્પણ કર્યો હતો. રામમંદિર નિર્માણ માટે અડવાણીએ જ સોમનાથથી રથયાત્રા કાઢી હતી
લકૃષ્ણ અડવાણી 90ના દાયકામાં રામમંદિર આંદોલનના નેતા હતા. તેમના નેતૃત્વમાં વર્ષ 1990માં ભાજપે ગુજરાતના સોમનાથથી રામ રથયાત્રાની શરૂઆત કરી હતી. ‘મંદિર વહી બનાયેંગે’ ના નારા સાથે લાલકૃષ્ણ અડવાણીએ રામમંદિર આંદોલનને સામાન્ય લોકોમાં પ્રખ્યાત કરી દીધું હતું. સોમનાથથી અયોધ્યા રામ રથયાત્રાનો પ્રારંભ કરતી વખતે લાલકૃષ્ણ અડવાણીએ વિશાળ જનમેદનીને સંબોધતાં કહ્યું હતું કે અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થઈને રહેશે અને કોઈ તાકાત રોકી શકશે નહીં. આ સમાચાર પણ વાંચો… અડવાણીની 7 દિવસમાં બીજી વખત તબિયત લથડી:દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા; તેમની તબિયત સ્થિર અને ઓબ્ઝર્વેશન હેઠળ છે: હોસ્પિટલ 96 વર્ષના અડવાણી વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા અડવાણીને બગડતી તબિયતને કારણે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. વધુ વાંચવા ક્લિક કરો..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments