મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ સહિત 11 રાજ્યોમાં આજે કોલ્ડવેવનું એલર્ટ છે. આ રાજ્યોના ઘણા જિલ્લાઓમાં પારો 5°થી નીચે છે. રાજસ્થાનમાં સીકર અને માઉન્ટ આબુમાં છેલ્લા 3 દિવસથી પારો 0° પર યથાવત છે. મધ્યપ્રદેશમાં 5 દિવસથી ઠંડીનું મોજું ચાલી રહ્યું છે. આજે પણ તેની અસર 25થી વધુ જિલ્લાઓમાં રહેશે. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં જમીન પર હિમ પડવાની પણ સંભાવના છે. પંજાબના સંગરુરમાં સૌથી ઓછું તાપમાન 1.1 ડિગ્રી સેલ્સિયસ હતું અને હરિયાણાના હિસારમાં સૌથી ઓછું તાપમાન 1.7 ડિગ્રી સેલ્સિયસ હતું. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 7 દિવસથી તાપમાન માઈનસમાં છે. શ્રીનગરમાં આજે માઈનસ 3° નોંધાયું હતું. દક્ષિણ ભારતના તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 15 ડિસેમ્બરે બંને જગ્યાએ વરસાદથી થોડી રાહત મળશે. હિમવર્ષાની પ્રથમ તસવીરો… વધતી જતી ઠંડીને કારણે આગળ હવામાન કેવું રહેશે 13 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, બે દિવસ બાદ હવામાન બદલાશે
દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં આગામી બે-ત્રણ દિવસ માટે કોલ્ડવેવનું એલર્ટ છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા ચાલુ રહેશે. હિમાલયને અડીને આવેલા પંજાબમાં હિમનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર પૂર્વ આસામ, નાગાલેન્ડ, મેઘાલય, ત્રિપુરા, મણિપુર અને પશ્ચિમી રાજ્ય ઓડિશામાં ધુમ્મસ રહેશે. દક્ષિણના રાજ્યો તમિલનાડુ અને પુડુચેરીમાં 14 ડિસેમ્બરે વરસાદ પડશે. જ્યારે આંધ્રપ્રદેશ, કેરળ, કર્ણાટકને રાહત મળશે. જો કે, 16 ડિસેમ્બરથી આંધ્ર, રાયલસીમા, તમિલનાડુ-પુડુચેરીમાં ફરી એકવાર ભારે વરસાદ થશે.