back to top
Homeસ્પોર્ટ્સNZ Vs ENG ત્રીજી ટેસ્ટ: પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડની મજબૂત બેટિંગ:લાથમ-સેન્ટનરે અડધી સદી...

NZ Vs ENG ત્રીજી ટેસ્ટ: પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડની મજબૂત બેટિંગ:લાથમ-સેન્ટનરે અડધી સદી ફટકારી, પોટ્સ-એટકિન્સને 3-3 વિકેટ લીધી

ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડ સામેની હેમિલ્ટન ટેસ્ટમાં જોરદાર શરૂઆત કરી છે. શનિવારે પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ટીમે 9 વિકેટ ગુમાવીને 315 રન બનાવી લીધા હતા. મિચેલ સેન્ટનર 50 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. હેમિલ્ટનના સેડન પાર્કમાં ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમના કેપ્ટન ટોમ લાથમે 63, વિલ યંગે 42, કેન વિલિયમસને 44 અને ટોમ બ્લંડેલે 21 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી મેથ્યુ પોટ્સ અને ગસ એટકિન્સને 3-3 વિકેટ ઝડપી હતી. બ્રેડન કારસે 2 અને બેન સ્ટોક્સને 1 વિકેટ મળી હતી. ઇંગ્લેન્ડની ટીમ 3 મેચની સિરીઝમાં 2-0થી આગળ છે. ટીમે પહેલી ટેસ્ટ 6 વિકેટે અને બીજી ટેસ્ટ 323 રનથી જીતી હતી. ઇંગ્લેન્ડે છેલ્લે 2008માં ઘરઆંગણે ન્યૂઝીલેન્ડને 2-1થી હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડની મજબૂત શરૂઆત, પહેલી વિકેટ 105ના સ્કોર પર પડી
પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની શરૂઆત સારી રહી હતી. ઇંગ્લેન્ડને પ્રથમ વિકેટ માટે લાંબી રાહ જોવી પડી હતી. ન્યૂઝીલેન્ડની પહેલી વિકેટ 105 રનના સ્કોર પર પડી હતી. વિકેટ બચાવવાના પ્રયાસમાં વિલિયમસન આઉટ
ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની 59મી ઓવરમાં ઇંગ્લેન્ડ તરફથી મેથ્યુ પોટ્સ બોલિંગ કરવા આવ્યો હતો. તેણે ઓફ સ્ટમ્પ પર લેન્થ બોલ ફેંક્યો હતો. વિલિયમસને બોલને ડિફેન્ડ કર્યો, જે પહેલા બેટ અને પછી પેડ પર વાગ્યો અને સ્ટમ્પ તરફ જઈ રહ્યો હતો. તેને રોકવાનો પ્રયાસ કરતી વખતે વિલિયમસને તેના પગથી બોલને લાત મારી અને તે સીધો સ્ટમ્પમાં વાગી ગયો. આ રીતે વિલિયમસન વિકેટ બચાવવાના પ્રયાસમાં બોલ્ડ થયો હતો. ત્યાર બાદ તેના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. ટિમ સાઉથીની છેલ્લી ટેસ્ટ મેચ
ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટિમ સાઉથીની આ છેલ્લી ટેસ્ટ મેચ છે. સિરીઝ શરૂ થાય તે પહેલા જ તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. પોતાની નિવૃત્તિની જાહેરાત કરતા 35 વર્ષીય સાઉથીએ કહ્યું હતું- ‘જો અમારી ટીમ WTC ફાઇનલમાં ક્વોલિફાય થશે તો હું ઉપલબ્ધ રહીશ.’ બન્ને ટીમની પ્લેઇંગ-11 ન્યૂઝીલેન્ડ: ટોમ લાથમ (કેપ્ટન), વિલ યંગ, રચિન રવીન્દ્ર, કેન વિલિયમસન, ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, મિચેલ સેન્ટનર, ટોમ બ્લંડેલ (વિકેટકીપર), મેટ હેનરી, ટિમ સાઉથી અને વિલ ઓ’રર્કે. ઇંગ્લેન્ડ: બેન સ્ટોક્સ (કેપ્ટન), ઝેક ક્રોલી, બેન ડકેટ, જેકબ બેથેલ, જો રૂટ, હેરી બ્રુક, ઓલી પોપ (વિકેટકીપર), મેથ્યુ પોટ્સ, ગુસ એટકિન્સન, બ્રાઈડન કાર્સ, શોએબ બશીર.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments