શનિવારે હિન્દી સિનેમાના શો-મેન રાજ કપૂરની 100મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. શનિવારે કપૂર પરિવારે ઈન્ડસ્ટ્રી માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં આખો કપૂર પરિવાર એક સાથે જોવા મળ્યો હતો. રણધીર કપૂરથી લઈને રણબીર કપૂર સુધી બધા એકસાથે ઉજવણીમાં જોવા મળ્યા હતા. એવામાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં રણબીર કપૂર અને સૈફ અલી ખાન વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હોય તેવું લાગી રહ્યું છે. કપૂર પરિવારની ઈવેન્ટમાં સાળા-બનેવી વચ્ચે ઝઘડો?
આ વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રણબીર કપૂર સૈફ અલી ખાનને કંઈક કહી રહ્યો છે. સૈફ અલી ખાન હાથ જોડીને તેને સમજાવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. પછી રણબીર કપૂરે સૈફ અલી ખાનને આગળ વધવા કહ્યું. બંનેના ચહેરાને જોઈને લાગે છે કે જાણે કોઈ બાબતને લઈ બોલાચાલી થઈ હશે. આગળ વીડિયોમાં આલિયાએ પણ મોં ચઢાવ્યું છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જોકે, આખા ફંક્શન દરમિયાન રણબીર તેના બનેવી સૈફ અલી ખાન સાથે હસતો અને વાત કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો જોયા બાદ ફેન્સના મનમાં અનેક તર્ક વિતર્ક જન્મી રહ્યા છે. કેટલાક ફેન્સનું કહેવું છે કે રણબીર કપૂર ઓવર રિએક્ટ કરી રહ્યો છે. સાથે જ લોકોએ કહ્યું કે દરેક પરિવારમાં સાળા-બનેવી વચ્ચે આવી રીતે ઝઘડતા થતા હોય છે. રાજ કપૂરની 100મી બર્થ એનિવર્સરીનું સેલિબ્રેશન
આ ઈવેન્ટનું આયોજન કપૂર પરિવાર દ્વારા બાકી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સહયોગથી કરવામાં આવ્યું છે. આ ખાસ અવસર પર રાજ કપૂરની 10 લોકપ્રિય ફિલ્મો 40 શહેરોના 135 થિયેટરોમાં બતાવવામાં આવી. આ ઈવેન્ટમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કરીના કપૂર, સૈફ અલી ખાન અને કરિશ્મા કપૂર જોવા મળ્યા હતા. પીઢ અભિનેતા પ્રેમ ચોપરા પણ ત્યાં જોવા મળ્યા હતા. ઈવેન્ટની કેટલીક ઝલક