back to top
Homeગુજરાતકોન્ટ્રાક્ટ અપાયાના 8 મહિને કામના શ્રીગણેશ:10 લાખ ચોરસ મીટર જમીન મળતાં ઉભરાટ-આભવા...

કોન્ટ્રાક્ટ અપાયાના 8 મહિને કામના શ્રીગણેશ:10 લાખ ચોરસ મીટર જમીન મળતાં ઉભરાટ-આભવા કેબલ બ્રિજનું કામ શરૂ, એપ્રિલ 2026 સુધીમાં કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય

મહત્ત્વાકાંક્ષી ઉભરાટ-આભવા બ્રિજના નિર્માણમાં કોન્ટ્રાક્ટ અપાયાના 8 મહિને આખરે ફાઉન્ડેશનની કામગીરી શરૂ થઈ છે. 198 કરોડના ખર્ચે બનનાર શહેરનો આ બીજો કેબલ બ્રિજ 13 કિમી લાંબો હશે, જેની કામગીરી એપ્રિલ 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. જો કે, હજી માત્ર 5 ટકા કામ થયું છે, જેથી 14 મહિનામાં કામગીરી પૂર્ણ કરવી પડશે. 1 જાન્યુઆરીથી કામ પૂરજોશમાં શરૂ કરાશે. 2023માં યુનિક કન્સ્ટ્રક્શનને કામ સોંપાયું હતું જૂન 2021માં સૈધ્ધાંતિક મંજૂરી બાદ 2022માં ટેન્ડર મૂકી નવેમ્બર, 2023માં યુનિક કન્સ્ટ્રક્શનને કામ સોંપાયું હતું. ડિઝાઇન મંજૂરી બાદ પિલરનું કામ શરૂ કરાયું હતું. અત્યાર સુધીમાં 5 ટકા કામ પૂરું થયું છે. > કેપી સાકડાસરિયા, ડેપ્યુટી એક્ઝિ. એન્જિનિયર, આર એન્ડ બી, સબ ડિવિઝન પીએમ મિત્રા પાર્ક સાથે સીધું જોડાણ આ બ્રિજથી સુરત-નવસારી વચ્ચે સીધી કનેક્ટિવિટી હોવાથી ટેક્સટાઇલ હબ પીએમ મિત્રા પાર્ક સાથે સીધું જોડાણ મળશેે, જે ઉદ્યોગ, પર્યટન સહિતના નવા અવકાશ ખોલશે. પ્રારંભિક ખર્ચ રાજ્ય સરકાર કરશે બ્રિજના ખર્ચમાં 25% હિસ્સો ડ્રીમ સિટી પ્રોજેક્ટમાંથી હતો. જોકે, ફંડ ન હોવાથી ડ્રીમ સિટીએ નકારી દેતાં હવે સરકાર પ્રારંભિક ખર્ચ ઉઠાવશે. રોડ પરિવહન સરળ થઈ જશે અધિકારીઓના મતે એપ્રિલ 2026 સુધીમાં કામ પૂર્ણ થઈ જશે. આ બ્રિજ પરિવહનને સરળ બનાવશે. જેની ડિઝાઇન ભૂગોળને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. ઉદ્યોગ-પર્યટનનો વિકાસ થઈ શકશે આ કેબલ સ્ટેઇડ બ્રિજથી સુરત-ઉભરાટ વચ્ચેનું અંતર 42 કિમીથી 12 કિમી થઈ જશે. આ સાથે આ બ્રિજ સુરત ડાયમંડ બુર્સને નવસારી અને પીએમ મિત્રા ટેક્સટાઇલ પાર્ક સાથે પણ જોડશે. 12 કિમી સુરત-ઉભરાટ વચ્ચેનું અંતર 42 કિમીથી ઘટીને 12 કિમી થઈ જશે 42 કિમી બ્રિજનું મોડલ. ઉભરાટ મરોલી,સચિન ,ઉન,,વેસૂ રોડની પહોળાઈ 90 મીટર કરાશે : આભવા-ઉભરાટ રોડની પહોળાઈ 90 મીટર કરાશે. આ માટેની 10 લાખ ચો.ફૂટ જમીનનું બજાર મૂલ્ય 170 કરોડ છે, જ્યાં કામગીરી શરૂ થઈ ગઈ છે. } રિતેશ પટેલ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments