સૌરાષ્ટ્રના જાફરાબાદ અને ભરૂચથી ઉમરગામ સુધી દરિયામાં હદ નક્કી કરવા અને નાના માછીમારોની રોજગારી છીંનવાતી બચાવવા માંગ કરી રહ્યા છે સૌરાષ્ટ્રથી આવતા અન્ય માછી મારો ફિશીંગ એરિયામાં આવી આક્રમણ અને દાદાગીરી કરતા સ્થાનિક માછી મારોની રોજગારી છીનવાસેની ભીતિ સેવી વિરોધ પ્રદર્શન કરાયું. વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના માછીમારોએ ઉમરગામ ખાતે માછીમાર ભાઈ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ પડતર માંગણીઓ ત્વરિત પૂર્ણ કરવા રજુઆત કરી ઉમરગામ પંથકના કાલઈ, ફણસા, કલગામ, મરોલી, તડગામ નારગોલ, ખતલવાડ અને પડગામના માછી મારો પોતાની બોટ દરિયામાં લાંગરી મોટી સંખ્યામાં હાજર રહી વિરોધ પ્રદર્શન કર્યું. વલસાડ જિલ્લા સહિત.દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાના કલેક્ટરોને આવેદન પત્ર પાઠવી માછીમારોએ જાફરાબાદ સહિતના વિસ્તારના માછીમારી.મોટી.બોટ લઈને વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના માછીમારીની.સરહદમાં પ્રવેશી નાના.માછીમારીની ઝાળને નુકશાન પહોંચાડી આર્થિક નુકશાની પહોંચાડી રહ્યા છે.માછીમાર સંઘ દ્વારા પણ સમાધાન કરવાનો પ્રયાસ કરવા છત્તા કોઈ કાર્યવાહી ન કરતા દક્ષિણ ગુજરાતના તમામ કલેક્ટર સહિત.ગાંધીનગર સુધીના આધિકારીઓને માછીમાર સંઘ દ્વારા વારંવાર રજુઆત કરવામાં આવી છે. જાફરાબાદ અને દક્ષિણ ગુજરાતના માછીમારોની હદ નક્કી કરવા બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા દક્ષિણ ગુજરાતના માછીમારોએ ઉમરગામ ખાતે એકત્રિત થઈ માછીમારી બંધ રાખી એક દિવસનો વિરોધ નોંધાવ્યો હતો. રાજ્ય સરકાર કે મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં માછીમારો વિરોધ પ્રદર્શનને વધુ તેજ કરશે.. જાફરાબાદના દરિયા કિનારે વસતા માછીમારો પોતાની મોટી બોટ લઈને વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં માછીમારના હદ વિસ્તારમાં આવીને માછીમારી કરીને છેલ્લા ઘણા સમયથી બંને વિસ્તારના માછીમારો વચ્ચે મધ દરિયે ઘર્ષણના દર્શયો સર્જતાં રહે છે. જેનાથી કંટાળીને દક્ષિણ ગુજરાતના માછીમારોએ માછીમાર સંઘમાં ફરિયાદ કરી હતી. માછીમાર સંઘ દ્વારા જાફરાબાદના માછીમાર સંઘ સાથે ચર્ચા કરી દક્ષિણ ગુજરાત અને જાફરાબાદના માછીમારો માટે હદ નક્કી કરવા પ્રસ્થાવ રજૂ કર્યો હતો. જાફરાબાદના માછીમાર સંઘ દ્વારા કોઈ નક્કર જવાબ ન આપતા દક્ષિણ ગુજરાતના માછીમારો અને માછીમાર સંઘ દ્વારા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાના કલેક્ટર સહિત ગાંધીનગર સુધી રજુઆત કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતના માછીમારો અને માછીમાર