રાજકોટના દિવ્યાંગ યુવકે દશમી વખત ગીરનાર સર કરી ઇતિહાસ સર્જ્યો છે. કહેવાય છે કે મક્કમ મનના માનવીને હિમાલય પણ નથી નડતો અને તેમાં પણ ઈશ્વર સાથેની દૃઢ શ્રદ્ધા જીવનમાં કોઈપણ કપરા ચઢાણો સર કરાવે છે. આવા જ મક્કમ મનના રાજકોટના દિવ્યાંગ યુવાને 10મી વખત બંને પગમાં 80 ટકા વિકલાંગતા હોવા છતાં ગિરનારને સર કરી દેશભરના વિકલાંગોને મક્કમ મનોબળનો વિશ્વાસ અપાવ્યો છે. હતાશા, નિરાશા કે જીવનમાં રહી ગયેલી કોઈ ખોટ સામે કપરા સમયમાં પણ મજબૂત ઈરાદાથી આરંભ થયેલી કોઈપણ અશક્ય કામ શક્ય કરવું ભલે સહેલું ન હોય, શક્ય તો છે.. આ વાતને સાબિત કરી દીધી છે, મૂળ અમરેલીના અને હાલમાં રાજકોટ રહેતા એક વિકલાંગ યુવકે. આ યુવાને પોતાની વિકલાંગતાને ભૂલી મનના દઢ મનોબળથી 10મી વખત ગિરનારને સર કર્યો છે. વિપુલ બોખરવાડીયા નામનું યુવાન નાનપણથી જ બંને પગે 80% વિકલાંગ બની ગયો હતો. માત્ર બે વર્ષની ઉંમરે પોલિયાનો ભોગ બનેલો આ યુવકે ગુજરાતના સૌથી ઊંચા પર્વત ગિરનારને વિકલાંગ હોવા છતાં સર કર્યો છે અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પણ મેળવ્યું છે. રાજકોટનો આ યુવાન વેબ ડિઝાઇનના બિઝનેસ સાથે સંકળાયેલો છે. આ વિકલાંગ યુવાને 2012થી પોતાની ગિરનાર યાત્રા તેના પાંચ મિત્રો સાથે શરૂ કરી હતી. તે આજે 10મી વખત પોતાના 90 મિત્રો સાથે ગિરનાર અસર કરવા આવ્યો હતો. ભગવાન પ્રત્યેની દ્રઢ શ્રદ્ધા વિશ્વાસ અને પોતાના મનના મક્કમ મનોબળથી આજે આ યુવાન દેશના વિકલાંગોને એક સંદેશો આપી રહ્યો છે અને કહી રહ્યો છે કે જીવનમાં કોઈપણ ખોટને વળગી ન રહેવું જોઈએ. પરંતુ આ ખોટ ને પોતાના જીવનમાં મનની મક્કમતાથી મારી અને એક લક્ષ્ય હાસિલ કરવું જોઈએ. કહેવાય છે ને કે સચ્ચે પ્રેમ કી સારે જહાં પે અસર હોગી ન હોય તો સમજના તેરી કહી કસર હોગી ઔર એક યુક્તિ આઝમા કે અગર મોત આ જાયે તો સમજના હર ચાહત કે દિલ મે તેરી કબર હોગી. દેશમાં વસતા લાખો વિકલાંગોને આજે મક્કમન્ના માનવીએ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે વિકલાંગતા એ ખોટ નથી પરંતુ માનવીનું મક્કમ મનોબળ તેને ગમે તેવા કપડાં શિખરો પાર કરાવી શકે છે. ત્યારે 10મી વખત ગિરનાર સર કરતા આ વિકલાંગ યુવાને પોતાની સાથે આવેલા 90થી વધારે મિત્રોના સાત સહકારથી થાકનો અનુભવ પણ ન થયો હોવાનું જણાવ્યું છે. વિપુલ બોખરવાડીયાએ જણાવ્યું હતું કે મારુ મૂળ વતન અમરેલી જિલ્લાનુ ચાવંડ ગામ છે. છેલ્લા 15 વર્ષથી હું રાજકોટમાં રહું છું અને વેબ ડિઝાઇનનો બિઝનેસ કરું છું. મારા બંને પગમાં નાનપણથી જ 80 ટકા વિકલાંગતા છે. સામાન્ય માણસના જીવનમાં પણ ઘણી તકલીફો હોય છે, ત્યારે મેં હિંમત હાર્યા વિના જ જીવનમાં કંઈક વિશેષ કરવાનું નિર્ધાર કર્યું હતું. મને નાનપણથી જ ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. જેને લઇ 2012માં પાંચ વ્યક્તિ જેમાં મારા પાર્ટનર નીતિન વાછાણી સાથે હું પહેલીવાર ગિરનાર ચડ્યો હતો. દર વર્ષે હું ગિરનાર આવતો થયો હતો, ત્યારે ચોથી વાર જ્યારે હું ગિરનાર આવ્યો. જે વર્ષમાં મને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. જ્યારે સાતમી વખત હું ગિરનાર ચડ્યો ત્યારે મને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મને સ્થાન મળ્યું હતુ. આ વર્ષે હું 10 મી વખત ગિરનાર ચડીને આવ્યો છું. ઈશ્વર પ્રત્યેની અતૂટ શ્રદ્ધાના ઉદ્દેશ્યથી હું દર વર્ષે ગિરનાર ચડવા આવું છું. ભારતમાં ઘણા એવા દિવ્યાંગ લોકો છે જેને શરીરમાં કંઈકને કંઈક તકલીફ છે. આવા લોકોને ખાસ સંદેશો આપવા માગું છું કે, ઈશ્વર પરની ખાસ શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસથી કોઈપણ કાર્યો અશક્ય નથી. વ્યક્તિનું મન અડગ હોય અને પોતાના આત્મબળ હોય તે વ્યક્તિ કંઈ પણ કરી શકે છે ભલે તે ગમે તો વિકલાંગ હોય. આ વર્ષે દસમી વખત ગિરનાર મારી ગીરનાર યાત્રામાં મારી સાથે 90 જેટલા મારા મિત્રો હતા જેને મને ગિરનાર ચડવા સમયે ડગલેને પગલે મનોરંજન પૂરું પાડ્યું હતું અને થાકનો અનુભવ પણ થવા દીધો ન હતો.