સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આજથી નવ દિવસીય શિવકથાના પ્રારંભ થયો છે. આ કથાના પ્રારંભે હિંમતનગરના ગોલ્ડન પાર્કમાં યજમાનના ઘરેથી પોથીયાત્રા યોજાઈ હતી. જેમાં હિંમતનગરના શહેરીજનો કથા શ્રવણ માટે ઉપસ્થિત રહ્યા હતા. હિંમતનગરના મહાવીરનગરમાં કૈલાદેવી પાર્કની બાજુમાં આવેલ દોલત વિલાસ પેલેસ સામે હેરીટેજ રિસોર્ટ ખાતે રવિવારથી શિવકથાનો પ્રારંભ થયો છે. સ્વ. શંકરલાલ અંબાલાલ પ્રજાપતિ અને સ્વ. પુંજીબેન શંકરલાલ પ્રજાપતિ દિવ્ય આશિષથી 15 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર દરમિયાન રોજ બપોરે 2.30 કલાકથી સાંજે 5.30 કલાક સુધી શિવકથાનું આયોજન કરાયું છે. જેના પ્રારંભે હિંમતનગરના ગોલ્ડન પાર્કથી વાજતે ગાજતે પોથીની શોભાયાત્રા નીકળી હતી. જે કથા સ્થળે પહોચી હતી. જ્યાં કથાકાર ગીરીબાપુના સ્વમુખેથી શિવકથાનો પ્રારંભ થયો હતો. જેમાં મોટી સંખ્યમાં શહેરીજનો કથા શ્રવણ કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા.