back to top
Homeગુજરાતમોબાઈલ ટાવરોનો કરોડોનો વેરો બાકી:રાજકોટ મનપાએ BSNL, GTL સહિત ચાર કંપનીને રૂ....

મોબાઈલ ટાવરોનો કરોડોનો વેરો બાકી:રાજકોટ મનપાએ BSNL, GTL સહિત ચાર કંપનીને રૂ. 19.53 કરોડનો ટેક્સ ભરવાની નોટિસ ફટકારી

રાજકોટ મનપા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત નાના બાકીદારોની સાથે જ મોટા મગરમચ્છોને પણ નોટિસો આપવામાં આવી રહી છે. આ પહેલા મનપા દ્વારા સરકારી કચેરીઓને બાકીનો મિલકત તેમજ પાણીવેરો ભરવા નોટિસો આપી હતી. ત્યારે હવે કોર્પોરેશન તંત્ર દ્વારા લાંબા સમયથી વેરો નહીં ચૂકવનાર 4 મોબાઈલ કંપનીઓને ટાવરોનો વેરો ભરવાની નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે મનપા તેમજ મોબાઇલ કંપનીઓ વચ્ચે ટેક્સના ભારાંક મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હોવાને કારણે આ વેરો બાકી છે. આ છતાં મનપા દ્વારા નિયમ મુજબ નોટિસો આપી દેવામાં આવી છે. ત્યારે આ વેરો ક્યારે વસુલાય છે તે જોવું રહ્યું. 19.53 કરોડનો કરવેરો બાકી
પ્રાપ્ત વિગત મુજબ મહાનગરપાલિકાએ રિલાયન્સ જીઓ, BSNL, રિલાયન્સ કોમ., ઉપરાંત GTL સહિતની કંપનીઓને નોટિસો ફરકારી દીધી છે. જેમાં BSNLને રૂ. 12,62,49,859 અને રિલાયન્સ કોમને રૂ. 5,06,26,818 તેમજ GTLને રૂ. 1,52,84,013 અને રિલાયન્સ જીઓને 32,31,452 સહિત ચાર કંપનીઓનો મળી કુલ રૂ. 19,53,91,872નો બાકીવેરો તાત્કાલિક ભરપાઈ કરવા જણાવાયું છે. મનપા અને મોબાઇલ કંપનીઓ વચ્ચે ચાલતો વિવાદ
રાજકોટ મહાનગરપાલિકા અને મોબાઇલ કંપનીઓ વચ્ચે ટેક્સના ભારાંક બાબતે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દે મોબાઇલ કંપનીઓએ સુપ્રિમ કોર્ટમાં દાદ માંગી છે. તેમજ સુરત અને વડોદરાની જેમ ભારાંક ઘટાડવા માગણી કરી છે. મોબાઇલ કંપનીઓના કહેવા મુજબ અન્ય મહાનગરપાલિકાઓ કરતાં રાજકોટ મનપાનો વેરાનો ભારાંક 1 મીટરના રૂ. 15નો છે તે સૌથી વધારે છે. આ ભારાંક ઘટાડવા માટે કાનુની વિવાદ ચાલી રહ્યો હોવાથી અનેક મોબાઇલ કંપનીઓએ લાંબા સમયથી મોબાઇલ ટાવરનો વેરો ભરપાઈ કર્યો નથી. તો કેટલીક કંપનીઓ કાનુની વિવાદમાં પડ્યા વગર રૂ. 15ના ભારાંક સ્વીકારીને મોબાઈલ ટાવરનો વેરો ભરપાઈ કરતી હતી. પણ છેલ્લા સમયથી વેરો ભરપાઈ કરવાનું બંધ કરી દેતાં મહાનગરપાલિકાએ આ કાર્યવાહી કરી છે. BSNLનો 13 વર્ષથી વેરો ભરપાઇ બાકી
આ કંપનીઓ પૈકી BSNL જાણે આર્થિક રીતે પાયમાલ હોય તેમ છેલ્લા 13 વર્ષથી મોબાઈલ ટાવરનો વેરો ભરપાઇ કર્યો નથી. BSNLના મોબાઈલ ટાવરના 2011થી ટેક્સની રકમ બાકી બોલે છે. જ્યારે રકમની ઉઘરાણી કરવામાં આવે ત્યારે અમારે પગારના પણ ફાંફાં છે તેમ કહીને વેરો ભરપાઈ કરાતો નથી. છેલ્લા 13 વર્ષ દરમિયાન સૌથી વધુ 12,62,49,589નો ટેક્સ ચડત છે. અન્ય ત્રણ કંપનીઓ રિલાયન્સ કોમ, રિલાયન્સ જીઓ તેમજ GTL કંપની કરતાં પણ BSNLની વેરાની ચડત રકમ સૌથી વધુ છે. ત્યારે આ બાકીવેરો ક્યારે વસુલાશે તે આવનારો સમય બતાવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments