દેશમાં એક કરોડથી વધુ લોકો પ્રજ્ઞાચક્ષુ છે ત્યારે દ્રષ્ટિ બચાવો જીવન બચાવોના ઉદ્દેશ સાથે નવસારીના સુપાગામ ખાતે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર હોસ્પિટલ નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ આંખ હોસ્પિટલ નું લોકાર્પણ કથાકાર પૂજ્ય શ્રી મોરારીબાપુ ના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. આ સંસ્થા દ્વારા વિનામુલ્યે ગરીબ અને જરૂરિયાત લોકોને આંખની તપાસ સાથે 16 હજાર ઓપરેશન કરવામાં આવે છે. નવસારી જિલ્લમાંથી પસાર થતી પૂર્ણા નદી કિનારે આવેલ સુપાગામ ખાતે આજ રોજ સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યને લાભ મળે તે હેતુથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રથમ તબકકામાં ભવ્ય આંખ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલનું લોકાર્પણ કથાકાર પૂ. મોરારીબાપુ ના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પૂ. મોરારીબાપુએ જણાવ્યું હતું કે સમાજ સાથે દેશમા શિક્ષણ, આરોગ્ય, આહાર, આવાસ અને રક્ષણની પ્રાથમિક જરૂરિયાત છે. આ સંસ્થા ધ્વરા પ્રજ્ઞાચક્ષુ ઓને નવી દ્રષ્ટિનો પ્રકાશથી જીવનનો પ્રારંભ થશે. આ નેત્ર હિસ્પિટલ અર્થે શ્રી રામ કથા કરવાની જાહેરાત કરી છે. સ્વામી વિવેકાનંદ નેત્ર મંદીર ટ્રસ્ટ દ્વારા સૂરત અને નવસારી સહિત વિવિધ વિસ્તારોમાં નેત્ર કેમ્પ કરવામાં આવે છે. ગરીબ અને જરૂરિયાતમય એવા 16 હજારથી વધુ લોકોને આંખના વિના મૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યા છે. આ સંકુલમાં સ્વામી વિવેકાનંદના વિચારોને પ્રદશિત કરતુ ભવ્ય મંદિર બનશે. જેના થકી લોકોના જીવનમાં ભલાઈ અને સુખ શાંતિ પધારશે. આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરના અગ્રણીઓ, માહનુભાવો સાથે સુપાગ્રામજનો તેમજ જનમેદની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.