સુરતના વરાછા ઝોનમાં ડેપ્યુટી એન્જિનિયર સાવન પટેલ અને કોર્પોરેટરો વચ્ચે થયેલા મેસેજ વિવાદે સુરત મહાનગરપાલિકામાં નવો વિવાદ ઊભો કર્યો છે. આ મામલો સોશિયલ મીડિયા ગ્રુપમાં પહોંચ્યા બાદ મેયર દક્ષેશ માવાણીએ ડેપ્યુટી ઇજનેર સાવન પટેલને શો-કોઝ નોટિસ ફટકારી છે. વરાછા ઝોન કેવી રીતે ચાલે છે?
વરાછા ઝોનના ઑફિશિયલ ગ્રુપમાં કોર્પોરેટર સ્વાતિ ક્યાદાએ તેમના વિસ્તારના સાફસફાઈ જેવા સામાન્ય પ્રશ્નો અંગે મેસેજ કર્યો હતો. સ્વાતિ ક્યાદા અને ધર્મેશ વાવલિયાના મેસેજ બાદ ડેપ્યુટી ઇજનેર સાવન પટેલે આ મુદ્દે જાતે ઉતરી, ગ્રુપ મેસેજ કરતા પોતે ગેરસંબંધિત હોવા છતાં વાતચીતમાં જોડાયા. સાવન પટેલે આડેધડ મેસેજમાં લખ્યું: “ચાલો મારાથી કામ નથી થતું, બદલી કરાવી દો અથવા સસ્પેન્ડ કરી દો… જોવું છે કે વરાછા ઝોન કેવી રીતે ચાલે છે.” મેસેજના પરિણામે વિવાદ વકર્યો
પેટેલના આ મેસેજને કારણે મેયર માવાણીએ કડક કાર્યવાહી કરી છે. તેમના મતે અધિકારીએ તેમની ધીરજ ગુમાવી છે અને આ પ્રકારના મેસેજ આવકાર્ય નથી. અધિકારીઓ અને કોર્પોરેટરો વચ્ચે સુમેળ જાળવવા બેઠક કરાશે
મેયરે દક્ષેશ માવાણીએ કહ્યું હતું કે, ડેપ્યુટી ઇજનેરે સમંજસ્ય રાખવાનું હતું. આ મેસેજ સરકારી કામગીરી માટે અયોગ્ય છે અને શો-કોઝ નોટિસ જારી કરી છે. અધિકારીઓ અને કોર્પોરેટરો વચ્ચે સંકલન જાળવવા બેઠક બોલાવીશું.મેયરે સમજાવ્યું કે અધિકારીઓ અને કોર્પોરેટરો વચ્ચે સુમેળ જાળવવા બેઠક કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવા વિવાદો નહીં થાય. કોર્પોરેટરોની ભૂમિકા પર ચર્ચા
આ ઘટનામાં વિવાદ માત્ર સાવન પટેલ સુધી સીમિત નથી રહ્યો. જો કે મેયરે ડેપ્યુટી ઇજનેર પર કાર્યવાહી કરી છે પરંતુ, કોર્પોરેટર ધર્મેશ વાવલિયા અને સ્વાતિ ક્યાદાના કેટલાક મેસેજો પણ વિવાદાસ્પદ રહ્યા છે. વાવલિયાએ લખ્યું:“સરકાર નમાલી છે…” આ મેસેજોને કારણે મહાનગરપાલિકામાં ગરિમા જાળવવાના મુદ્દે ચર્ચા ચાલી રહી છે. ગ્રુપમાંથી હટાવાયા
મહાપાલિકાના PRO પ્રતિમા ચૌધરીએ ડેપ્યુટી ઇજનેર સાવન પટેલને ગ્રુપમાંથી રિમૂવ કર્યા, પરંતુ અન્ય કોર્પોરેટરો સામે કોઈ પગલું ન લેવામાં આવ્યું હોવાની ચર્ચા છે.