back to top
Homeદુનિયાભારત સાથે તણાવ વચ્ચે કેનેડા સરકારને મોટો ફટકો:ડેપ્યુટી PM અને નાણામંત્રી ક્રિસ્ટિયા...

ભારત સાથે તણાવ વચ્ચે કેનેડા સરકારને મોટો ફટકો:ડેપ્યુટી PM અને નાણામંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે ટ્રુડોની કેબિનેટમાંથી રાજીનામું આપ્યું, લિબરલ સાંસદ તરીકે રહેશે

ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે કેનેડા સરકારને મોટો ફટકો પડ્યો છે. કેનેડાના નાયબ વડાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે સોમવારે પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને સંબોધિત પત્ર દ્વારા રાજીનામું આપ્યું છે. આ પત્રમાં ફ્રીલેન્ડે જણાવ્યું કે ગયા અઠવાડિયે ટ્રુડોએ તેમને નાણામંત્રી પદ પરથી હટાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેમને કેબિનેટમાં અન્ય કોઈ ભૂમિકાની ઓફર કરી હતી. તેમણે રાજીનામામાં કહ્યું કે કેબિનેટ છોડવું એ એક માત્ર પ્રામાણિક અને વ્યવહારુ રસ્તો છે. ફ્રીલેન્ડે વડાપ્રધાન ટ્રુડોને લખેલા પત્રમાં જણાવ્યું કે, શુક્રવારે તમે કહ્યું હતું કે મને નાણામંત્રી તરીકે જોવા નથી માગતા અને મને કેબિનેટમાં અન્ય કોઈ સ્થાન આપવાનો પ્રયાસ કર્યો. કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી મેં તારણ કાઢ્યું કે મારા માટે એક માત્ર પ્રામાણિક અને વ્યવહારુ વિકલ્પ કેબિનેટમાંથી રાજીનામું આપવાનો છે. મારી પાસે રાજીનામું આપવાનો જ વિકલ્પ- ફ્રીલેન્ડ
એક વરિષ્ઠ ફેડરલ સરકારના સોર્સે સીબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે ફ્રીલેન્ડ આજે જાહેરાત કરે તેવી અપેક્ષા નહોતી. એ પણ સ્પષ્ટ નથી કે અર્થવ્યવસ્થાના ઘટાડા અંગે સરકારના મંતવ્યો કોણ રજૂ કરશે. તેમના પત્રમાં ફ્રીલેન્ડે જણાવ્યું કે કેનેડા ગંભીર પડકારોનો સામનો કરી રહ્યું છે અને યુએસના રાષ્ટ્રપતિ ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પની કેનેડિયન ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ લાદવાની ધમકીનો પણ ઉલ્લેખ કર્યો છે. ફ્રીલેન્ડે લખ્યું છે કે, અમારે અમારી નાણાકીય સ્થિતિ મજબૂત રાખવાની જરૂર છે જેથી કરીને અમે સંભવિત ટેરિફ યુદ્ધ માટે તૈયાર રહી શકીએ. ફ્રીલેન્ડે એમ પણ કહ્યું કે, સાચા કેનેડિયન પ્રતિસાદ ટીમ બનાવવા માટે આપણે પ્રાદેશિક પ્રાદેશિક નેતાઓ સાથે અખંડિતતા અને નમ્રતા સાથે કામ કરવું જોઈએ. કેનેડાના તમામ 13 પ્રાંતોના વડા હાલમાં ટોરોન્ટોમાં ‘કાઉન્સિલ ઓફ ધ ફેડરેશન’ની બેઠકમાં છે, જેની અધ્યક્ષતા ઓન્ટેરિયોના મુખ્યમંત્રી ડગ ફોર્ડ કરી રહ્યા છે. તેમણે આગળ લખ્યું, હું સરકારમાં સેવા કરવાની તક માટે આભારી રહીશ અને લિબરલ સરકારે કેનેડા અને કેનેડિયન નાગરિકો માટે જે કર્યું છે તેના પર મને હંમેશા ગર્વ રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments