ધારાસભ્ય અરવિંદ રાણાએ શુક્રવારે સેન્ટ્રલ ઝોનના તમામ રોડને સીસીમાં કન્વર્ટ કરવા માગ કરી બજેટમાં 25 કરોડ ફાળવવા અને ખોદકામોથી લોકો હિજરત કરતા હોવા બાબતે મેયરને પત્ર પાઠવ્યો હતો. ઝોનની દુર્દશા અંગેના પત્રથી સ્થાનિક કોર્પોરેટરોની કામગીરી સામે પણ પ્રશ્નાર્થ ઊભા થયા હતા. આ પત્ર સામે મેયર દક્ષેશ માવાણીએ વળતો 20 પાનાંનો પત્ર પાઠવી ઝોનમાં ચાલુ વર્ષની કામગીરી અને છેલ્લા 3 વર્ષનાં વિકાસ કામોનાં લેખાજોખાં દર્શાવતા દળદાર પત્ર સાથે સેન્ટ્રલ ઝોનના ચૂંટાયેલા જનપ્રતિનિધિ વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી સતત પ્રયત્નશીલ હોવાની પણ તાકીદ કરી વળતો જવાબ આપ્યો હતો. જો કે, આ વિવાદમાં ભાજપ શાસકોમાં ચાલી રહેલું શીતયુદ્ધ સપાટી પર આવ્યું હતું. મેયર માવાણીએ પાઠવેલા દળદાર પત્રના અંશો સ્થાનિકો ખોદકામથી હિજરત કરી રહ્યા હોવાનું કહેતાં વિવાદ થયો હતો
શુક્રવારે ધારાસભ્ય રાણાએ પાલિકામાં મેયરને ઉદ્દેશીને પત્ર પાઠવ્યો હતો ઉપરાંત મીડિયામાં પણ સેન્ટ્રલ ઝોનના લોકો ત્રાસી ગયા હોવા સહિતની વાત કહી હતી. તેમની રજૂઆત હતી કે, 2025-26નું બજેટ બની રહ્યું છે ત્યારે સેન્ટ્રલ ઝોન માટે 25 કરોડ સીસી રોડ માટે ફાળવાય. 10 વર્ષથી ડ્રેનેજ-પાણીની લાઈન કે મેટ્રોનું ખોદકામ ચાલે છે, જેનાથી રહીશો ત્રાસી ગયા છે. અનેક લોકો હિજરત કરી રહ્યા છે ત્યારે લોકોની રજૂઆત છે કે, સેન્ટ્રલ ઝોનના રસ્તા સીસી રોડમાં કન્વર્ટ કરવામાં આવે.રા