છત્તીસગઢના બાલોદ જિલ્લામાં ભાનુપ્રતાપપુર-દલ્લીઝારા રોડ પર આજે (સોમવારે) સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. જ્યારે અન્ય સાત ગંભીર રીતે ઘાયલ છે. મૃતકોમાં એક બાળક, 4 મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. એક ટ્રકે કારને ટક્કર મારી હતી. આ મામલો દાઉંડી પોલીસ સ્ટેશન વિસ્તારના ચૌરાપાવડ પાસેનો છે. અધિક પોલીસ અધિક્ષક (એએસપી) અશોક જોશીના જણાવ્યા અનુસાર, સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને રાજનાંદગાંવ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. આરોપી ટ્રક ચાલક ફરાર છે. પોલીસ તેને શોધી રહી છે. મળતી માહિતી મુજબ SUVમાં 13 લોકો બેઠા હતા, જેમાં 2 બાળકો પણ હતા. તે દાઉંડીથી ગુરેડા પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને રાજનાંદગાંવ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘણી મહેનત બાદ ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. સાત ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સની મદદથી દાઉંડી સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને રાજનાંદગાંવ જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. તમામની હાલત નાજુક
તમામ ઘાયલોની હાલત નાજુક છે. કોઈના હાથમાં ઈજા થઈ છે, કોઈનું માથું ફાટી ગયું છે.