ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ બ્રિસ્બેનના ધ ગાબા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. વરસાદથી વિક્ષેપિત આ મેચમાં ઓસ્ટ્રેલિયા હાલ મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી છે. પહેલો દિવસે વરસાદના કારણે 13.2 ઓવરની રમત શક્ય બની હતી. તો ગઈકાલે એટલે કે ત્રીજા દિવસે પણ માત્ર 33 ઓવરની જ રમત રમાઈ હતી. આમ છતાં પણ ટીમ ઈન્ડિયા બેકફૂટ પર ધકેલાઈ ગઈ છે. મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયા તેની પ્રથમ ઇનિંગમાં 445 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ પછી ટીમ ઈન્ડિયા બેટિંગ કરવા ઉતરી હતી. જેમાં ટૉપ ઓર્ડરનો ધબડકો થયો હતો. 44 રનમાં તો ભારતે યશસ્વી જયસ્વાલ (4 રન), શુભમન ગિલ (1 રન), વિરાટ કોહલી (3 રન) અને રિષભ પંત (9 રન)ની વિકેટ ગુમાવી દીધી હતી. મિચેલ સ્ટાર્કે 2 વિકેટ, જ્યારે હેઝલવુડ અને કમિન્સને 1-1 વિકેટ મળી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 17 ઓવરમાં 4 વિકેટે 51 રન છે. ભારત હજુ 394 રનથી પાછળ છે. કેએલ રાહુલ 33 રને અને કેપ્ટન રોહિત શર્મા 0 રને અણનમ પરત ફર્યા છે. ભારતીય ટીમ ટૉસ જીતીને બોલિંગ કરી રહી છે. હાલમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 1-1ની બરાબરી પર છે. ભારતે પહેલી ટેસ્ટ 295 રનથી જીતી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયાએ બીજી મેચ 10 વિકેટે જીતી હતી. માંજરેકરે ભારતીય બેટર્સની ટેકનિક પર સવાલ ઉઠાવ્યા બુમરાહે ઓસ્ટ્રેલિયામાં 50 વિકેટ પૂરી કરી બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ (વાઇસ-કેપ્ટન) અને મોહમ્મદ સિરાજ. ઓસ્ટ્રેલિયા (AUS): પેટ કમિન્સ (કેપ્ટન), નાથન મેકસ્વીની, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને જોશ હેઝલવુડ.