સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના અણીયાળી ગામે મારામારીનો બનાવ બનવા પામ્યો હતો. જેમાં ચાર લોકો દ્વારા બે લોકોને માર મારવામાં આવ્યો હતો. જેમાં બાબુભાઈ જીવરાજભાઈ સાકરીયાને માથાના ભાગે અતિ ગંભીર ઇજા પહોંચી હતી.જેમાં તેઓને બ્રેન હેમરેજ થયું હતું અને મારામારીની ફરિયાદ તારીખ 5/12/2024ના રોજ લખતર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી હતી. જેની તપાસ લખતર પોલીસ ચલાવી રહી હતી.જેમાં આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે લખતર પોલીસને ખાનગી રાહે બાદમે મળતા ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓ લાલજીભાઈ કેહરભાઈ ઓળકિયા, મહેશભાઈ લાલજીભાઈ ઓળકીયા, જયંતીભાઈ રામજીભાઈ ઓળકીયા અને જીતેન્દ્રભાઈ જીવરાજભાઈ ઓળકીયા ( તમામ રહે-અણીયાળી ગામના ) સહિતના તમામ અણીયાળી ગામની સીમમાં હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે લખતર પોલીસ દ્વારા તપાસ કરતા ચારે લોકો અણીયાળી ગામની સીમમાંથી મળી આવ્યા હતા. આ તમામ ચારેય લોકોની અટકાયત કરી લખતર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.