back to top
Homeસ્પોર્ટ્સઆકાશનો ગગનચૂંબી શોટ જોઈને કોહલીની આંખો પહોળી થઈ:ફોલોઓન ટળતા કોહલી, રોહિત, ગંભીર...

આકાશનો ગગનચૂંબી શોટ જોઈને કોહલીની આંખો પહોળી થઈ:ફોલોઓન ટળતા કોહલી, રોહિત, ગંભીર ખુશીમાં ઝૂમી ઉઠ્યા; જાડેજા બેટમાં ઘોડાનું સ્ટીકર લગાવીને ઉતર્યો; મોમેન્ટ્સ

જસપ્રીત બુમરાહ અને આકાશ દીપની જોડીએ બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટમાં ભારતને ફોલોઓનથી બચાવ્યું હતું. બંનેએ છેલ્લી વિકેટ માટે 39 રનની ભાગીદારી કરી હતી. આકાશદીપે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સના બોલ પર સતત ચાર ચોગ્ગા ફટકારીને ફોલોઓન ટાળ્યું હતું. આ પછી તેણે કમિન્સના બોલ પર સિક્સર પણ ફટકારી હતી. આ બંને શોટ પર ભારતીય ડ્રેસિંગ રૂમનું રિએક્શન જોવા જેવું હતું. કોચ ગૌતમ ગંભીર, વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. વાંચો ચોથા દિવસની ટૉપ-6 મોમેન્ટ્સ… 1. 75મી ઓવરમાં બે મોમેન્ટ જોવા મળી કેપ્ટન કમિન્સ ભારતીય ઇનિંગ્સની 75મી ઓવરમાં બોલિંગ નાખવા આવ્યો. આ ઓવર પહેલા ભારતને ફોલોઓનથી બચવા માટે માત્ર 4 રનની જરૂર હતી. કમિન્સના બીજા જ બોલ પર આકાશ દીપે કટ શોટ રમ્યો અને ગલી તરફ ચોગ્ગો ફટકાર્યો. આ ચાર પછી ડ્રેસિંગ રૂમમાં હાજર ભારતીય કોચ ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીની ખુશીનો પાર ન રહ્યો. બંનેએ એકબીજાને તાળીઓ પાડીને હાઈફાઈ સેલિબ્રેશન કર્યું હતું. આ પછી કોહલીએ પણ રોહિતને હાઈ-ફાઈ આપી. 75મી ઓવરના ચોથા બોલ પર આકાશ દીપે મિડવિકેટની ઓવરમાં કમિન્સને સિક્સર ફટકારી હતી. ફુલ લેન્થ બોલ પર આકાશે ફટકારેલી સિક્સથી બોલ સ્ટેડિયમના બીજા માળે ગયો હતો. આ સિક્સ જોઈને પેવેલિયનમાં હાજર કોહલી પોતાની સીટ પરથી ઊભો થઈને બારી તરફ આવ્યો. અહીં તે આશ્ચર્યજનક રીતે સિક્સને જોઈ રહ્યો હતો. ચોથા દિવસના સ્ટમ્પ સુધી આકાશ દીપ 27 રન બનાવીને અણનમ છે. બુમરાહ (10*) સાથે તેણે છેલ્લી વિકેટ માટે 54 બોલમાં 39 અણનમ રન ઉમેર્યા છે. પેવેલિયન પરત ફરતા જ આખી ટીમે બંનેને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. 2. દિવસના પ્રથમ બોલ પર રાહુલને લાઇફ લાઇન ચોથા દિવસના પ્રથમ બોલ પર કેએલ રાહુલને લાઇફ લાઇન મળી હતી. પેટ કમિન્સના ગુડ લેન્થ બોલને એક્સ્ટ્રા બાઉન્સ મળ્યો અને રાહુલથી એડ્જ વાગી. બોલ બીજી સ્લિપમાં ઊભેલા સ્મિથ પાસે ગયો. જોકે, સ્મિથ તૈયાર નહોતો અને કેચ પડતો મુક્યો હતો. આ પહેલા જોશ હેઝલવુડ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તે દિવસની રમતમાં પ્રવેશ્યો નહોતો. 3. સ્મિથે ડાઇવ મારીને રાહુલનો એક હાથે કેચ લીધો
ભારતે 43મી ઓવરમાં છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. અહીં કેએલ રાહુલ 84 રન બનાવીને આઉટ થયો હતો. તે નાથન લાયનની બોલિંગમાં સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ થયો હતો. સ્મિથે ડાઇવ મારીને કેચ લીધો હતો. અહીં 67 રનની ભાગીદારી તૂટી હતી. 4. રવીન્દ્ર જાડેજા સ્પેશિયલ બેટ લઈને રમવા આવ્યો ત્રીજી મેચ દરમિયાન જાડેજા ખાસ બેટ સાથે રમવા આવ્યો હતો. જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે તેના બેટ પર ‘મારવાડી સ્ટેલિયન’ લખેલું હતું અને ઘોડાનું સ્ટીકર લગાવેલું હતું. મારવાડી સ્ટેલિયન એ રાજસ્થાનના જોધપુર પ્રદેશના ઘોડાઓની એક જાતિ છે. જાડેજાને ઘોડાઓનો ખૂબ શોખ છે. જાડેજાએ આ મેચમાં 123 બોલમાં 77 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. 5. વરસાદથી સ્ટાર્ક પરેશાન મેચમાં સતત વરસાદને કારણે ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક પરેશાન થઈ ગયો હતો. આજે 63મી ઓવરમાં ચોથી વખત વરસાદના કારણે રમત અટકાવવામાં આવી હતી. અહીં સ્ટાર્ક ઓવરનો ત્રીજો બોલ ફેંકવા માટે તૈયાર હતો. પરંતુ વરસાદ વધતો જોઈને અમ્પાયરે તેને બોલિંગ કરતા અટકાવ્યો હતો. સ્ટાર્કે અમ્પાયરને ઓવર પૂરી કરવા કહ્યું, પરંતુ તેણે ના પાડી. આ પછી તે હતાશ દેખાઈ રહ્યો હતો. 6. કેરીનો ડાઇવિંગ કેચ 63મી ઓવરમાં વિકેટકીપર એલેક્સ કેરીએ તેની જમણી તરફ કૂદીને સ્ટાર્કના બોલ પર શાનદાર કેચ પકડ્યો હતો. અહીં સિરાજ સ્ટાર્કના ફુલ લેન્થ બોલ પર ડ્રાઇવ શોટ રમવા ગયો, જોકે એડ્જ વાગતા કેરીએ શાનદાર કેચ લીધો. સિરાજ 1 રન બનાવીને આઉટ થયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments