આણંદ જિલ્લામાં વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતાં 15 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને 23 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની જિલ્લા પોલીસવડા જી.જી. જસાણી દ્વારા આજરોજ બદલી કરવામાં આવી છે. જેમાં રીડર શાખામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે.ડોડીયાની બદલી વાસદ પોલીસ ખાતે, કંટ્રોલરૂમ ખાતે ફરજ બજાવતાં જે.જી. સોલંકીની ખંભોળજ ખાતે, એમ.ઓ.બી ખાતે ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી. વસાવાની વિરસદ ખાતે, પેરોલ ફલોમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર પી.એચ. નાચીની ખંભાત રૂરલ ખાતે, લીવ રીઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર પી.જે બાટવાની બદલી આંકલાવ ખાતે, બોરસદ રૂરલ ખાતે ફરજ બજાવતાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એચ.બુલાનની ઉમરેઠ ખાતે આઈયુસીએડબલ્યુમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર આર. એમ. મુધવા ની બોરસદ ટાઉન ખાતે, સી.પી.આઈ પેટલાદ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર.ચૌધરીની બોરસદ રૂલર ખાતે, નેત્રમ કંટ્રોલરૂમ ખાતે ફરજ બજાવતાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ. દેસાઈની પેટલાદ રૂરલ ખાતે, નેત્રમ કંટ્રોલરૂમ ખાતે ફરજ બજાવતાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી.સોલંકીની આણંદ રૂરલ ખાતે, એલ.આઈ.બીમાં ફરજ બજાવતાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર.બ્રહ્મભટ્ટની આણંદ એલ.સી.બી ખાતે, સી.પી.આઈ આણંદ પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે.દેસાઈને આઈયુસીએડબલ્યુ ખાતે, બોરસદ ટાઉન પોલીસ મથકે ફરજ બજાવતાં પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ.સિંધવની બદલી રીડર શાખામાં, સી.પી.આઈ ખંભાત પી.એન.ગામેતી ની બદલી ભાદરણ ખાતે તથા આણંદ એલ.સી.બી ખાતે ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી.જાદવ ની સી.પી.આઈ પેટલાદ ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે આણંદ જિલ્લામાં વિવિધ પોલીસ મથકોમાં ફરજ બતાવતા 23 પોલીસ સબ ઇસ્પેક્ટરની પણ બદલી કરવામાં આવી છે. જેમાં સોજીત્રા ખાતે ફરજ બજાવતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એમ.માળીની સાઇબર ક્રાઇમ ખાતે, તારાપુર ખાતે ફરજ બજાવતાં પોલીસ સબ ઇસ્પેક્ટર બી.કે.મોરીની બદલી પેરોલ ફલો ખાતે, પેટલાદ રૂરલ પોલીસ મથકમાં ફરજ બજાવતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.ઓ.ચૌધરીની એસ.ઓ.જી ખાતે, વીરસદ પોલીસ મથકે ફરજ બજાવતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.આઈ. દેસાઈ ની વિદ્યાનગર ખાતે, આણંદ ટાઉન પોલીસ મથકે ફરજ બજાવતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.આર.વાળાની બદલી આંકલાવ ખાતે, ભાલેજ પોલીસ મથકે ફરજ બજાવતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.બી.વાઘેલાની બદલી ખંભાત શહેર ખાતે, ખંભોળજ પોલીસ મથકે ફરજ બજાવતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી.ડોડીયાની આણંદ શહેર ખાતે, એલ.સી.બીમાં ફરજ બજાવતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.ડી.પટેલની બદલી ભાદરણ ખાતે, વિદ્યાનગર ખાતે ફરજ બજાવતાં પોલીસ સબ ઇસ્પેક્ટર પી.કે.મંડોરાની બદલી સોજીત્રા ખાતે, ખંભોળજ પોલીસ મથકે ફરજ બજાવતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એમ.ગોહિલની જિલ્લા ટ્રાફિકમાં, સાઇબર ક્રાઇમમાં ફરજ બજાવતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.આર.બાથમની ભાલેજ ખાતે, વાસદ પોલીસ મથકે ફરજ બજાવતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.આર.શેલાણા ની બદલી કંટ્રોલરૂમ ખાતે, વિદ્યાનગર ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એમ જુજાની બદલી બોરસદ શહેર ખાતે, ઉમરેઠમાં ફરજ બજાવતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.એમ.પાવરા ની બદલી આણંદ એલ.સી.બી ખાતે, પેટલાદ શહેર પોલીસ મથકે ફરજ બજાવતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.બી.ઝાલા ની આણંદ શહેર ખાતે, અરજી શાખામાં ફરજ બજાવતાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર.વૈઘની મહિલા પોલીસ સ્ટેશન ખાતે, એસ.ઓ.જી માં ફરજ બજાવતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી.વાઘેલાની તારાપુર ખાતે, જિલ્લા ટ્રાફિકમાં ફરજ બજાવતા આર.સી.નાગોલ ની બદલી પેટલાદ શહેર ખાતે, અરજી શાખામાં ફરજ બજાવતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.કે.મુજી ની બદલી બોરસદ શહેર ખાતે, ભાદરણ પોલીસ મથકે ફરજ બજાવતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એમ.પટેલ ની બોરસદ રૂરલ ખાતે, આણંદ ટાઉન પોલીસ મથકે ફરજ બજાવતાં પોલીસ સબ ઇસ્પેક્ટર જે.બી.પરમારની ખંભોળજ ખાતે, બોરસદ શહેર પોલીસ મથકે ફરજ બજાવતાં પોલીસ સબ ઇસ્પેક્ટર કે.એન.ચોપડાની બદલી વિદ્યાનગર ખાતે તથા બોરસદ રૂરલ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એમ.ચૌહાણની બદલી એમ.ઓ.બી ખાતે કરવામાં આવી છે.