back to top
Homeબિઝનેસઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ-મંગળવારે શેરબજારમાં વેચવાલીના માહોલ:નિફટી ફ્યુચર 24303 પોઈન્ટ ઉપર તેજી યથાવત્ રહેશે

ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ-મંગળવારે શેરબજારમાં વેચવાલીના માહોલ:નિફટી ફ્યુચર 24303 પોઈન્ટ ઉપર તેજી યથાવત્ રહેશે

મંગળવારે શેરબજારમાં વેચવાલીના માહોલ વચ્ચે સપ્તાહના બીજા દિવસે પણ નેગેટિવ રહી છે. ક્રિસમસ હોલીડેની તૈયારી વચ્ચે વૈશ્વિક પરિબળો નેગેટીવ રહેતાં ફંડોએ આજે સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીનો વેપાર હળવો કર્યો હતો. શેરબજારમાં છેલ્લા કેટલાંક દિવસોથી કડાકો જોવા મળી રહ્યો છે. આજે પણ સેન્સેક્સ અને નિફ્ટીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ સ્મોલ કેપ અને મિડકેપ ઈન્ડેક્સના મોટા ભાગના શેરમાં વધારો થઈ રહ્યો છે. આ ઘટાડો હેવીવેઇટ શેરોમાં દબાણને કારણે વધારે છે, જે રોકાણકારો માટે સૌથી મોટો ડર બન્યો છે. આજે સેન્સેક્સમાં 1200 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટીમાં 400 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે બેન્ક નિફ્ટીમાં 800 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1064 પોઈન્ટના ઘટાળા સાથે 80684 પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 320 પોઈન્ટના ઘટાળા સાથે 24417 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 681 પોઈન્ટના ઘટાળા સાથે 53015 પોઈન્ટના સ્તરે બંધ થયો. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, મેટલ-માઈનીંગ, એફએમસીજી, રિયાલ્ટી, કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ શેરોમાં સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ સાથે ઈન્ડેક્સ બેઝડ બજાર નેગેટીવ ઝોનમાં રહ્યું હતું. ચાઈનાના કન્ઝયુમર આંકડા નબળી વૃદ્વિની આવતાં અને આ સપ્તાહના અંત સુધીમાં ફેડરલ રિઝર્વ બેન્ક તરફથી વ્યાજ દર અને ફુગાવા અંગે નિર્ણય લેવામાં આવશે. જેના કારણે શેરબજાર તેની રાહ જોઈ રહ્યું છે અને અત્યારે મોટું રોકાણ આવી રહ્યું નથી. બીજી તરફ વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નાણાં ઉપાડી રહ્યા છે. આ સિવાય ભારતમાં વી આઈએક્ષમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ તમામ કારણોને લીધે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટોરેન્ટ ફાર્મા, ગોદરેજ પ્રોપટી, ઓબેરોઈ રિયલ્ટી, સિપ્લા, વિપ્રો જેવા શેરો વધારો થયો છે. આજના ટોપ લુઝર્સની યાદીમાં એચડીએફસી એએમસી, ઈન્ડીગો, લાર્સેન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ગ્રાસીમ, ટીવીએસ મોટર્સ, એસીસી, એચડીએફસી બેન્ક, સન ફાર્મા, મુથૂટ ફાઈનાન્સ, વોલ્ટાસ, ટેક મહિન્દ્રા, બાટા ઇન્ડિયા, રિલાયન્સ, મહાનગર ગેસ, ટાટા કેમિકલ્સ, જીન્દાલ સ્ટીલ, ડીએલએફ, ટાટા મોટર્સ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જેવા શેરોમાં ઘટાળો થયો છે. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4107 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2442 અને વધનારની સંખ્યા 1576 રહી હતી, 89 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 117 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 215 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24417 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24303 પોઇન્ટના પ્રથમ અને 24232 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24474 પોઇન્ટથી 24505 પોઇન્ટ, 24570 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 24303 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 53015 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 52808 પોઇન્ટના પ્રથમ અને 52676 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 53088 પોઇન્ટથી 53188 પોઇન્ટ, 53303 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 53303 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
લ્યુપીન લિ. ( 2053 ) :- લ્યુપીન ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2023 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2007 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2074 થી રૂ.2080 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2088 ઉપર તેજી તરફી ધ્યાન…!!
કોટક મહિન્દ્રા બેન્ક ( 1790 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1773 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1760 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1808 થી રૂ.1814 ભાવ નોંધાવે તેવી સંભાવના છે. ઈન્ફોસીસ લિ. ( 1981 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.2008 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1966 થી રૂ.1950 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2023 નો સ્ટોપલોસ ધ્યાને લેવો. ટાટા કોમ્યુનિકેશન ( 1809 ) :- રૂ.1838 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1844 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1794 થી રૂ.1780 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1850 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા….મિત્રો, ચીનનો વપરાશ નવેમ્બરમાં અપેક્ષા કરતાં વધુ ધીમો પડ્યો છે. ગયા મહિને છૂટક વેચાણ માત્ર 3% વધ્યું હતું, ઔદ્યોગિક ઉત્પાદન અપેક્ષા મુજબ ઘણું હતું, જ્યારે ઘરની કિંમતો હજુ પણ ઘટી રહી હતી, જોકે ધીમી ગતિએ. ટોચના ઉપભોક્તા ચીનનું છૂટક વેચાણ નવેમ્બરમાં અપેક્ષા કરતાં નબળું હતું સાથે સાથે બીજા ટ્રમ્પ વહીવટ હેઠળ વધુ યુએસ ટ્રેડ ટેરિફ માટે કૌંસ ધરાવે છે. યુક્રેન પર રશીયાએ મિસાઈલ હુમલા કરતાં જીઓપોલિટીકલ ટેન્શન વધવાના અંદાજે અને ચાઈનાની સીઈડબલ્યુસી દ્વારા સ્ટીમ્યુલસ મામલે ખાસ કોઈ આશ્ચર્ય નહીં આપતાં ચાઈનાના બજારોમાં કડાકા પાછળ સેન્સેક્સ, નિફટી બેઝડ વેચવાલી જોવા મળી હતી. યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરના નિર્ણય, જીઓપોલિટીકલ ટેન્શને અને ચાઈનાના આર્થિક પડકારોની ફરી પાછલા અઠવાડિયે વૈશ્વિક બજારોમાં નેગેટીવ અસર વર્તાઈ હતી. ચીન અને યુરોપના આર્થિક ડેટા અને બોન્ડની વધતી જતી ઉપજને કારણે ઈક્વિટી વેલ્યુએશનને પડકાર્યા બાદ વૈશ્વિક શેરો નીચા ગયા હતા. હેવીવેઇટ શેરમાં ઘટાડાનું મુખ્ય કારણ ત્રિમાસિક પરિણામો છે. જોકે, ટૂંક સમયમાં આ ઘટાડા પર બ્રેક લાગી શકે છે. તેમજ, સારા વૈશ્વિક સંકેતો અને ફેડરલ રિઝર્વના નિર્ણય પછી, ભારતીય શેરબજાર પણ વધી શકે છે. અત્યારે રોકાણકારોએ ધીરજ રાખવાની જરૂર છે. હવે વૈશ્વિક મોરચે કોઈ મોટું જીઓપોલિટીકલ ટેન્શનનું પરિબળ કે અન્ય રાજકીય ઉથલપાથલ નહીં સર્જાવાની સ્થિતિમાં ડિસેમ્બર મહિનામાં એનએવીની ગેમ શરૂ થવાની સાથે ક્રિસમસ વેકેશન પૂર્વે શેરોમાં તેજી વધુ બળવતર બની શકે છે. જે પરિબળો વચ્ચે આગામી દિવસોમાં નિફટી ફ્યુચર અને સેન્સેક્સમાં ઉતાર – ચઢાવ જોવાઈ શકે છે. લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments