જામનગરની કોર્ટમાં આજે તારીખ અન્વયે હાજર રખાયેલો કાચા કામ નો કેદી બેભાન બની જતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જામનગર ની કોર્ટ માં આજે જિલ્લા જેલમાં રહેલા નવાઝખાન અયુબખાન પઠાણ ઉર્ફે ખાનીયા નામના શખ્સને તેના કેસ ની મુદ્દત અન્વયે હાજર કરવામાં આવ્યો હતો.કેદી પાર્ટીની સાથે આ આરોપીને અદાલતમાં જજ સામે રજૂ થતા સમયે આ શખ્સ કોઈ રીતે બેભાન બની જતાં તેને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમજ વર્ષ 2023માં આ શખ્સ સામે મારામારી સહિત કલમ હેઠળ ગુન્હો નોંધાયેલો છે. તેને આજે ત્રીજા એડી. જ્યુડી. મેજીસ્ટ્રેટ સમક્ષ તારીખ અન્વયે જેલમાંથી લાવવામાં આવ્યો હતો. ત્યાં તે બેભાન બની જતાં હોસ્પિટલમાં ખસેડાયો છે.