શહેરીજનો દ્વારા પ્રોપર્ટી ટેક્સ સમયસર ન ભરવાના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના એક વિભાગ દ્વારા બાકી ટેક્સ ધારકોને નોટિસ આપવામાં આવે છે તેમ છતાં પણ બાકી ટેક્સની ચુકવણી કરવામાં આવતી નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે જે પણ બાકી ટેક્સ ધારકો હશે તેમના બાકી ટેક્સ અંગેની જાહેરમાં ઢોલ નગારા વગાડીને જાહેરાત કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે બુધવારે પૂર્વ ઝોન ટેક્સ વિભાગ દ્વારા વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી પાંચ જેટલી સોસાયટીઓમાં જઈને ઢોલ નગારા વગાડીને જે મિલકત ધારકનો ટેક્સ બાકી હશે તેના નામ અને રકમ સહિતની ઢોલ નગારા વગાડીને સોસાયટીમાં જાહેરાત કરવામાં આવશે અને તેને સૂચના આપવામાં આવશે કે તમારો ટેક્સ બાકી છે જે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે જમા કરાવો. એક્સ વિભાગ દ્વારા હવે અવનવી રીતે બાકી ટેક્સ ધારકોને પોતાનો ટેક્સ ભરવા માટે થઈને લગાડવા માટે ઢોલ નગારા વગાડીને જાહેરમાં ટેક્સ બાકી હોવાની જાહેરાત કરવાનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આવતીકાલ બુધવારથી આ પ્રક્રિયા શરૂ થશે જે અંતર્ગત ગુરુવારે પશ્ચિમ વિસ્તારના જીવરાજ પાર્ક, બોપલ, વેજલપુર અને જુહાપુરા સહિતના વિસ્તારોમાં પણ આ જ રીતે ઢોલ વગાડીને જાહેરાત કરવામાં આવશે. પૂર્વ ઝોન ટેક્સ વિભાગ દ્વારા ત્રણ દિવસમાં બાકી કરદાતાઓની વધુ 14 મિલકતો પર રૂ. 32.71 લાખનાં બાકી ટેક્સની કલેકટરનાં રેકર્ડમાં બોજા નોધ કરી છે. તથા બાકી કરદાતાઓની કુલ 144 મિલકતોમાં બોજા નોંધની પ્રક્રિયા ચાલુ છે. 130 રહેણાંક સોસાયટીઓના વધુ ટેક્ષ બાકી હોય તેવી સોસાયટીઓના ચેરમેન/સક્રેટરીને નળ –ગટરના કનેકશન કાપવા નોટીસો અપાઇ છે. કુલ 451 એકમોની સીલની કાર્યવાહી તથા આગામી સમયમાં રહેણાંક/બિનરહેણાંક સોસાયટીઓનાં વધુમાં વધુ ટેક્ષ બાકી હોય તેવી સોસાયટીઓના ચેરમેન/ સક્રેટરીને નળ-ગટરના કનેશકન કાપવા સુધીની કડક કાર્યવાહી હાથ ધરાશે. વધુમાં ભવિષ્યમાં પ્રોપર્ટી ટેક્ષની રકમ ન ભરતા કરદાતાઓ સામે સિલીંગ ઉપરાંત નળ-ગટરનાં કનેક્શન કાપવા તેમજ સરકારના ચોપડે બોજા નોંધ, જપ્તી તથા હરાજી પોલીસ ફરિયાદ સુધીના સઘન પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.