વર્ષ 2021માં રાજ કુન્દ્રા પર એડલ્ટ ફિલ્મ મેકિંગ એપ કનેક્શનમાં સામેલ હોવાનો આરોપ લાગ્યો હતો, જેના કારણે તેને જેલ પણ જવું પડ્યું હતું. તેને એક મહિનાથી વધુ સમય જેલમાં રહેવું પડ્યું હતું. હાલ રાજ કુન્દ્રા જામીન પર બહાર છે, પરંતુ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ કેસને કારણે રાજ કુન્દ્રાના પરિવારને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રાજ કુન્દ્રાએ ત્રણ વર્ષ બાદ મૌન તોડ્યું
હાલ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ ત્રણ વર્ષ બાદ આ મામલે મૌન તોડ્યું છે. તેને આ બાબતે અગાઉ ન બોલવાનો અફસોસ છે. રાજ કહે છે કે તેણે પહેલા તેના પરિવાર માટે વાત કરવી જોઈતી હતી. ANI સાથે વાત કરતા તેણે કહ્યું કે મારા માટે ક્યારેક-ક્યારેક મૌન આનંદ હોય છે પરંતુ જ્યારે વાત પરિવારની આવે છે અને પરિવારના સભ્યો આમાં સામેલ છે, તો મને લાગે છે કે મારે સામે આવીને બોલવું જોઈએ, મને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે. હું આ ન્યાય માટે છેલ્લા 3 વર્ષથી લડી રહ્યો છું, પરિવાર વિના એ 63 દિવસ ગુજારવા માટે માટે મુશ્કેલ હતું, હું કોર્ટમાં લડી રહ્યો છું, મને વિશ્વાસ છે કે હું આ કેસ જીતીશ. રાજ કુન્દ્રાએ કરી સ્પષ્ટતા
રાજ કુન્દ્રાએ વધુમાં જણાવ્યું હતું કે, આજ સુધી હું કોઈ એડલ્ટ ફિલ્મ, કોઈ પ્રોડક્શન કે એડલ્ટ સંબંધિત કોઈ પણ વસ્તુનો ભાગ બન્યો નથી. જ્યારે આ આરોપ સામે આવ્યો ત્યારે તે ખૂબ જ દુઃખદ હતું. કોઈ તથ્ય કે પુરાવા ન હોવાથી જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. તેના માટે હું જાણું છું કે જ્યાં સુધી એપ ચલાવવાની વાત છે ત્યાં સુધી એક લિસ્ટેડ કંપની હતી જે અમે મારા સાળાને આપી હતી. જેમાં તેઓએ યુકે-આધારિત એપ લોન્ચ કરી હતી, તે ચોક્કસપણે બોલ્ડ હતી, તે મોટા દર્શકો માટે બનાવવામાં આવી હતી. આ A-રેટેડ ફિલ્મો હતી પરંતુ તે એડલ્ટ ફિલ્મો નહોતી. રાજ કુન્દ્રાએ કહ્યું કે, જો કોઈ છોકરી કહે છે કે તેણે મારી સાથે મળીને અથવા મારી કોઈપણ પ્રોડક્ટમાં કામ કર્યું છે, તો મીડિયાએ સાબિત કરવું પડશે કે હું 13 એપ્સનો મુખ્ય વ્યક્તિ છું. હું માત્ર સોફ્ટવેર ટેકનિશિયન તરીકે સામેલ હતો. ફેબ્રુઆરી 2021માં મુંબઈ પોલીસે પોર્નોગ્રાફી રેકેટની તપાસ હાથ ધરી હતી. અનેક મહિલાઓએ ફરિયાદ કરી હતી કે, તેમને ફિલ્મો અને વેબ સિરીઝના ઓડિશનના નામ પર વાંધાજનક કન્ટેન્ટ બનાવવા માટે મજબૂર કરવામાં આવી હતી. રાજ કુન્દ્રા સાથે કોઈ ષડયંત્ર હતું?
એ જ ઈન્ટરવ્યુમાં રાજ કુન્દ્રાએ આ કેસને ષડયંત્ર ગણાવ્યો હતો. તેણે એક કિસ્સો સંભળાવ્યો, એકવાર જ્યારે હું પીસીમાં હતો, ત્યારે મધ્યરાત્રિએ કોઈ મારી પાસે આવ્યું અને કહ્યું, તમે તેની સાથે કેમ ઝઘડો કર્યો?’ ત્યારે મને ખબર પડી કે મારી વિરુદ્ધ આ ષડયંત્ર કોણે ઘડ્યું છે. રાજે તેમના નામ જાહેર કર્યા ન હતા પરંતુ કહ્યું હતું કે તેમની વિરુદ્ધ કાવતરું કરનારાઓને તેમના કાર્યો માટે સજા કરવામાં આવશે. મહિલાઓ શું આરોપ લગાવ્યા હતા
આ મહિલાઓના કહેવા પ્રમાણે તેમના પર શૂટ પૂર્ણ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, જે બાદમાં ઓનલાઇન પ્લેટફૉર્મ HotHit Movies અને Nuefliks પર સબસ્ક્રિપ્શન હેઠળ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું હતું. આ તપાસમાં રાજ કુન્દ્રા મુખ્ય શંકાસ્પદ તરીકે સામે આવ્યો હતો.