ગયા અઠવાડિયે જ કપૂર પરિવારે મુંબઈમાં રાજ કપૂર ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું. આ ખાસ કરીને રાજ કપૂરની 100મી જન્મજયંતી માટે કરવામાં આવ્યું હતું. આ સમયગાળાના ઘણા ફોટા અને વીડિયો વાયરલ થયા છે પરંતુ એક વીડિયો જે હવે સામે આવ્યો છે તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. વીડિયો શેર કરીને ચાહકો કહી રહ્યા છે કે આ તો ‘કહાની ઘર-ઘર કી હૈ’ વીડિયોમાં શું જોવા મળ્યું?
આ ઇવેન્ટના વાયરલ થયેલા આ વીડિયોમાં આખો કપૂર પરિવાર રેડ કાર્પેટ પર વોક કરતો જોવા મળી રહ્યો છે. દરમિયાન, જ્યારે રણબીર કંઈક બોલે છે, ત્યારે આલિયા તરત જ વળે છે અને માં.. માં.. કહે છે, તે તેની સાસુ નીતુ કપૂરની નજીક જાય છે અને તેમનો હાથ પકડવા હાથ લંબાવે છે. જો કે, આગળનું દૃશ્ય થોડું આશ્ચર્યજનક છે. લોકોને લાગે છે કે નીતુ કપૂરે આલિયાની સ્પષ્ટ અવગણના કરી
વાસ્તવમાં, વીડિયો જોયા પછી, ઘણા લોકોને લાગે છે કે નીતુ કપૂરે આલિયાને સ્પષ્ટપણે નજરઅંદાજ કરી છે. જો કે, પરિસ્થિતિ શું હતી અને આટલી અરાજકતા શા કારણે થઈ હતી, તે અંગેની માહિતી હજુ સુધી પુષ્ટિ મળી નથી. પરંતુ વીડિયો જોયા બાદ લોકોએ કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. ચાહકોના રિએક્શન
હવે વીડિયો પર ઘણી કોમેન્ટ આવી રહી છે. કોઈએ ટિપ્પણી કરી, આ ઘટનાને ‘ઘર ઘર કી કહાની’ કહી. તો કોઈએ લખ્યું છે કે- ફેમિલી ફંક્શનમાં વહુ પ્રત્યે સાસુનું વલણ કાયમ આવું જ હોય છે. લોકોએ લખ્યું છે કે, ‘સાસુ સાસુ હોય છે, પછી તે આપણી પોતાની હોય કે કોઈ સેલિબ્રિટીની. જ્યારે બીજાએ કહ્યું- મેં આલિયાને પહેલીવાર આટલી અંડર કોન્ફિડન્ટ જોઈ છે. અન્ય એક યુઝરે કહ્યું- શું તેની સાસુ પણ આવી છે? જો કે, આ કોઈ ગંભીર બાબત નહી હોય આ બધું માત્ર એક ક્ષણિક હશે એવુ લાગે છે, કારણ કે ઈવેન્ટ દરમિયાન સાસુ-વહુ બંનેની ઘણી ક્યૂટ પળો પણ જોવા મળી હતી. બંને એકબીજા પર પ્રેમ વરસાવતા પણ જોવા મળ્યા હતા. પ્રોફેશનલ લાઇફ અને વર્કફ્રન્ટ
હાલમાં જો આલિયાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે છેલ્લે ‘જીગ્રા’માં જોવા મળી હતી. હવે તેની પાસે બે મોટી ફિલ્મો છે જે રિલીઝ થવાની છે, એક ‘આલ્ફા’ અને બીજી ‘લવ એન્ડ વોર’. ‘આલ્ફા’માં આલિયા અને શર્વરી વાઘ લીડ રોલમાં છે. ‘લવ એન્ડ વોર’માં આલિયા રણબીર કપૂર અને વિકી કૌશલ સાથે જોવા મળશે.