‘ડૉક્ટરની પાસે જવાના નામથી જ મનમાં ગભરામણ થવા લાગે છે અને જ્યારે સાઈકોલોજિસ્ટ કે મેન્ટલ થેરાપિસ્ટની હોય તો તે અનુભવ વધુ પરેશાન કરનારો હોય છે.’ ક્લીવલેન્ડમાં મેન્ટલ થેરાપિસ્ટ એમી ગ્રાંટ કહે છે, ‘જે મુદ્દાઓ પર ખૂલીને વાત કરવી પણ અસહજ કરનારી અને તણાવ આપે છે, તેના પર તમે પ્રોફેશનલની સલાહ લો તો મુશ્કેલી વધવી સ્વાભાવિક જ છે.’ એમી કહે છે, તેમાં કંઈ ખોટું નથી. તેમ છતાં કેટલીક વાતો ધ્યાનમાં રાખીએ તો ગભરામણ અને તણાવ ઘણે અંશે ઘટી શકે છે, જાણીએ કેવી રીતે… સહજ રહો: મનોવૈજ્ઞાનિક ક્રિસ્ટા જોર્ડન કહે છે, ‘ધ્યાન રાખો કે થેરાપિસ્ટ પણ સામાન્ય માણસ છે અને ટ્રેનિંગના એક હિસ્સાના રૂપમાં તેઓ પોતે થેરાપીમાં રહે છે. તેથી આપની મનોસ્થિતિ સમજે છે. તેઓ શરૂઆતમાં મેડિકલ હિસ્ટ્રી, ડિપ્રેશન અને ચિંતા પર વાત કરે છે. સહજ રહીને જવાબ આપશો તો ગભરામણ નહીં થાય.’ સમય લાગવા દો: થેરાપિસ્ટ શેરી લેંગસ્ટન કહે છે, ‘થેરાપિસ્ટ ચહેરાના ભાવ અને બોડી લેન્ગવેજ સમજવામાં ટ્રેન થયેલા છે. જો તમે ચિંતા અનુભવો છો, તો તેમની પ્રતિક્રિયા સહારો આપી શકે છે. સારા ડૉક્ટર સ્થિતિ સમજવામાં સમય લેશે. તેથી પહેલા દિવસે દર્દનાક અનુભવ વિશે જણાવવાની જરૂર નથી.’
તમામ મુદ્દાઓ પર ચર્ચા ન કરો: એમી કહે છે, ‘ભલે તમે મુશ્કેલ મુદ્દાઓ પર એક જ વારમાં વાત કરવા માટે તૈયાર હોય, પરંતુ થેરાપિસ્ટ જાણે છે કે દર્દીને મેન્ટલ બ્રેકડાઉનનો અનુભવ ન થાય. તેથી યોગ્ય રહેશે કે હાલમાં પરેશાન કરનારી બાબતો, આગામી ઘટનાઓ વિશે તણાવ જેવી બાબતો પર ફોકસ કરો.’
લક્ષ્ય સ્પષ્ટ રાખો: ક્રિસ્ટા મુજબ એ લક્ષ્યો પર ચર્ચા કરી શકો છો જેની પ્રાપ્ત કરવા માંગો છો, જેમ કે વધુ અડગ બનવાનું અથવા ભાવનાઓને વધુ સારી રીતે ઓળખવી. આ પ્રકારની તૈયારી રાખવી પ્રી-સેશનની ચિંતા ઘટાડી શકે છે.