હીઝ રોયલ હાઈનેસ્સ રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકના આમંત્રણ પર સદ્ગુરુ મંગળવારે ભૂતાનની 117મી રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં જોડાયા. “X” પર એક હૃદયસ્પર્શી પોસ્ટમાં સદગુરુએ કહ્યું, “સુંદર ભૂતાન, તમારા રાષ્ટ્રીય દિવસે અહીં હાજર રહેવું એ અમારા માટે વિશેષાધિકાર અને સન્માનની વાત છે. હીઝ રોયલ હાઈનેસ્સ રાજા, રાજપરિવાર અને ભૂતાનના તમામ અદ્ભુત નાગરિકોની મહેમાનગતી અત્યંત સ્નેહપૂર્ણ અને હૃદયસ્પર્શી છે. જે રાષ્ટ્ર સ્પર્ધાત્મક આંકડાઓ કરતાં પોતાના નાગરિકોની ખુશીને પ્રાધાન્ય આપે છે તે સમગ્ર માનવતા માટે એક આદર્શ ઉદાહરણ છે. સુંદર ભૂતાન રાષ્ટ્ર અને તેના દરેક નાગરિકને મારી શુભેચ્છાઓ અને આશીર્વાદ. ભૂતાનનો રાષ્ટ્રીય દિવસ, જે 17 ડિસેમ્બરનાં રોજ ઉજવવામાં આવે છે, 1907માં ભૂતાનના પ્રથમ રાજા ગોંગસર ઉગ્યેન વાંગચુકના ઐતિહાસિક રાજ્યાભિષેકની યાદ તાજી કરે છે. આ દિવસ મોટા ગર્વ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, જેમાં જીવંત સાંસ્કૃતિક કાર્યક્રમો, પરંપરાગત નૃત્યો અને જાહેર સભાઓનો સમાવેશ થાય છે. ઉજવણીના ભાગરૂપે, સદ્ગુરુ બુધવારે સાંજના કોન્સર્ટ અને રોયલ બેન્કવેટમાં પણ હાજરી આપશે.ભારત અને ભૂતાન સાંસ્કૃતિક, આર્થિક અને ભૂ-રાજકીય સંબંધોમાં મૂળ ધરાવતી લાંબા સમયની મિત્રતા ધરાવે છે, અને સદ્ગુરુની મુલાકાત બંને દેશો વચ્ચેના કાયમી જોડાણને રેખાંકિત કરે છે.