ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED), અમદાવાદ ઝોનલ ઓફિસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. તારીખ 10 ડિસેમ્બર અને 12 ડિસેમ્બરના રોજ, પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ, ‘મેજિકવિન’ના કેસમાં ચાલી રહેલી તપાસના ભાગરૂપે દિલ્હી, મુંબઈ અને પુણેમાં 21 સ્થળોએ સર્ચ ઓપરેશન દરમિયાન બેંક ફંડ અંદાજે 30 લાખ રૂપિયા ફ્રિઝ કર્યા છે. મેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ અને વિવિધ ગેરકાયદેસર ઓનલાઇન સટ્ટામાં સામેલ છે. સાથે જ વિવિધ દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા છે. મેજિકવિન અને અન્યો સામે અમદાવાદની સાયબર ક્રાઇમ પોલીસે FIR નોંધી હતી. જેના આધારે EDએ તપાસ શરૂ કરી હતી. જેમાં EDની તપાસમાં બહાર આવ્યું છે કે ‘મેજિકવિન’ એ ગેમિંગ તરીકે ઓળખાતી સટ્ટાબાજીની વેબસાઇટ છે જે વાસ્તવમાં છે પાકિસ્તાની નાગરિકોની માલિકીની છે. આ વેબસાઈટનું સંચાલન મોટાભાગે દુબઈમાં કામ કરતા અથવા સ્થાયી થયેલા ભારતીય નાગરિકો દ્વારા કરવામાં આવ્યું છે. વેબસાઈટ પર સટ્ટાબાજીની રમતો બતાવવામાં આવી રહી હોવાનું પણ બહાર આવ્યું છે, જે ફિલિપીનેસ અને અન્ય દેશોમાં સટ્ટાબાજીની રમતની પ્રવૃત્તિઓને મંજૂરી છે. જો કે, એ જ
મૂળ રમતોના APIની નકલ કરીને મેજિકવિન વેબસાઇટ પર ફરીથી પ્રસારિત કરી છે. EDની તપાસ દરમિયાન, બેંક ખાતામાં જમા કરાયેલા નાણાં એકત્ર થયા છે. મેજિકવિન વેબસાઈટ પર સટ્ટાબાજો શેલ/મ્યુલ બેંક એકાઉન્ટ્સ અને અન્ય નફાનો હિસ્સો માલિકોના ક્રિપ્ટો એસેટ્સમાં રોકાણ કરતા અથવા રોકડમાં ઉપાડવામાં આવતા અથવા તો હવાલા ચેનલો દ્વારા દુબઈ મોકલવામાં આવતા. આગળ, ની વિજેતા રકમ સટ્ટાબાજોને તેમના સંબંધિત બેંક ખાતામાં વિવિધ મર્ચન્ટ્સની શેલ કંપનીઓ પેમેન્ટ ગેટવેઝ/એગ્રીગેટર્સથી ખાતામાં ટ્રાન્સફર કરતા. ડોમેસ્ટિક મની ટ્રાન્સફર (DMT)થી સટ્ટાબાજોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું છે કે મેજિકવિને એક પાર્ટીનું આયોજન કર્યું હતું ભારતના બી-ટાઉન સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી અને મેજિકવિનનું એન્ડોર્સમેન્ટ કર્યું હતું. આ સેલિબ્રિટીઓએ મેજિકવિનના પ્રમોશન માટે વીડિયો અને ફોટો-શૂટ કર્યા અને તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા. આઉટ ઓફ હોમ (OOH) ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત ભારતના વિવિધ ભાગોમાં હોર્ડિંગ્સથી જાહેરાત પણ કરવામાં આવી છે. આ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આ સટ્ટાબાજીની વેબસાઇટથી સટ્ટાબાજો 50%થી વધુનો નફો કર્યો છે. ED, અમદાવાદ દ્વારા આ કેસમાં અત્યાર સુધીમાં 68 સર્ચ હાથ ધરવામાં આવ્યા છે અને વિવિધ દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો કબજે કર્યા છે. આ કેસમાં કુલ અત્યારે અંદાજે 3.55 કરોડ રૂપિયા ફ્રિઝ કર્યા છે. જોકે હજુ પણ ઇન્વેસ્ટીગેશન ચાલુ છે.