back to top
Homeભારતમોદીની સોશિયલ મીડિયા પોસ્ટ સામે બાંગ્લાદેશને વાંધો:PMએ લખ્યું- 1971નું યુદ્ધ અમારી જીત...

મોદીની સોશિયલ મીડિયા પોસ્ટ સામે બાંગ્લાદેશને વાંધો:PMએ લખ્યું- 1971નું યુદ્ધ અમારી જીત હતી; બાંગ્લાદેશી મંત્રીએ કહ્યું- ભારત માત્ર સહયોગી હતો

બાંગ્લાદેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોસ્ટ સામે વાંધો ઉઠાવ્યો છે. તેમના કાયદામંત્રી આસિફ નઝરુલે સોમવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું – 1971ની જીત બાંગ્લાદેશની જીત છે, ભારત એમાં માત્ર એક સાથી તરીકે હતું. નઝરુલે પોતાની પોસ્ટ સાથે પીએમ મોદીની પોસ્ટનો સ્ક્રીનશોટ પણ રાખ્યો છે. હકીકતમાં પીએમ મોદીએ સોમવારે જ X પર 1971ના યુદ્ધ વિશે પોસ્ટ કરી હતી. તેમણે યુદ્ધમાં જીવ ગુમાવનારા સૈનિકોનાં બલિદાનને સન્માનિત કર્યા અને ભારતની જીતમાં તેમના યોગદાનને મહત્ત્વપૂર્ણ ગણાવ્યું. ભારત અને બાંગ્લાદેશે ગઈકાલે 16 ડિસેમ્બરે 1971ના યુદ્ધની 53મી વર્ષગાંઠ ઊજવી હતી. બંને દેશોએ કોલકાતા અને ઢાકામાં પણ આ જીતને લઈને કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ભારત-બાંગ્લાદેશે યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપી બાંગ્લાદેશમાં ગઈકાલે સવારે રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન અને વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે રાજધાની ઢાકામાં રાષ્ટ્રીય સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. બાંગ્લાદેશે 16 ડિસેમ્બર 1971ના રોજ ભારતની મદદથી પાકિસ્તાનથી આઝાદી મેળવી હતી. બાંગ્લાદેશમાં સ્વતંત્રતા દિવસને વિજય દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ વખતે 1971ના યુદ્ધમાં સામેલ આઠ ભારતીય સૈનિક અને બે સેવા આપતા અધિકારી વિજય દિવસની ઉજવણીમાં ભાગ લેવા ઢાકા પહોંચ્યા હતા. મુક્તિ વાહિનીના આઠ સ્વાતંત્ર્યસેનાની અને બાંગ્લાદેશના બે સૈન્ય અધિકારી કોલકાતા પહોંચ્યા હતા. હસીનાએ દેશ છોડ્યા પછીનો પ્રથમ વિજય દિવસ પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ બાંગ્લાદેશમાં આ પહેલો વિજય દિવસ હતો. બાંગ્લાદેશમાં 5 જૂને, હાઇકોર્ટે નોકરીઓમાં 30% ક્વોટા સિસ્ટમ લાગુ કરી હતી, ત્યારથી ઢાકાની યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા. આ અનામત સ્વાતંત્ર્યસેનાનીઓના પરિવારોને આપવામાં આવી રહી હતી. જ્યારે આ આરક્ષણ નાબૂદ કરવામાં આવ્યું, ત્યારે વિદ્યાર્થીઓએ વડાંપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માગ શરૂ કરી. થોડી જ વારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો વડાંપ્રધાન અને તેમની સરકાર વિરુદ્ધ રસ્તા પર ઊતરી આવ્યા હતા. આ વિરોધના બે મહિના પછી 5 ઓગસ્ટે શેખ હસીનાએ વડાંપ્રધાનપદેથી રાજીનામું આપી દીધું અને બાંગ્લાદેશ છોડીને ભારત આવી ગયાં. આ પછી સેનાએ દેશની કમાન સંભાળી. હસીનાએ મોહમ્મદ યુનુસને ફાસીવાદી કહ્યા હતા બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસને ફાસીવાદી ગણાવ્યા છે. બાંગ્લાદેશના વિજય દિવસના એક દિવસ પહેલાં રવિવારે સાંજે જાહેર કરાયેલા નિવેદનમાં હસીનાએ કહ્યું હતું કે મોહમ્મદ યુનુસ ફાસીવાદી સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે. આ સરકાર સ્વતંત્રતાવિરોધી અને કટ્ટરવાદીઓની સમર્થક છે. શેખ હસીનાએ કહ્યું હતું કે દેશવિરોધી શક્તિઓએ દેશી અને વિદેશી ષડ્યંત્ર દ્વારા ગેરકાયદે અને ગેરબંધારણીય રીતે સત્તા પર કબજો કર્યો. મોહમ્મદ યુનુસની સરકારનો ઉદ્દેશ લોકોના મનમાં આઝાદી માટે લડનારાઓ વિરુદ્ધ ગુસ્સો પેદા કરવાનો છે. આ સરકાર મુક્તિ સંગ્રામના ઈતિહાસ અને ભાવનાને ભૂંસી નાખવાનો પ્રયાસ કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments