છેલ્લા બે દિવસથી રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ રાત્રી ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. જેમાં વાહન ચાલકોને રૂ.2.76 લાખનો દંડ ફટકારવાંમાં આવ્યો છે. પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી સતત રોજ રાત્રે 8થી 10 વાગ્યા સુધી અલગ અલગ પોઇન્ટ પર ચેકીંગ કરી કુલ 526 ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામ આવી હતી. ઉલ્લેખનીય છે કે ટ્રાફિક નિયમન ઉલ્લંઘનની સાથે સાથે ખાસ રાત્રી દરમિયાન કોઈ વાહન ચાલક નશો કરેલી હાલતમાં વાહન નથી ચલાવતા તે ચકાસવા ખાસ બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ કરી 300 જેટલા વાહનચાલકોને તપાસવામાં આવ્યા હતા. ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જિતેશ દાફડાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે બાઈક નં. જીજે.03.ડીઆર.9483 ના ચાલક વિમલ શાંતિલાલ પીઠડીયાનું નામ આપતાં એ.ડિવિઝન પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરીયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા.15ના રાત્રીના સમયે તેઓ કીશાનપરા ચોક પર ટ્રાફિક PI એમ.જી.વસાવાની સાથે કીશાનપરા ચોક પર વાહન ચેકીંગ ડ્રાઇવમાં હતા તે તે દરમિયાન બાલભવનના ગેઇટ તરફથી એક ત્રણ સવારીમાં બાઈક ચાલક નીકળતા તેને રોકેલ અને તે બાઈકનું ડ્રાઇવીંગ કરતા માણસ પાસે ડ્રાઇવીંગ લાઇસન્સ તથા બાઇકને જરૂરી કાગળો માંગતા તેમણે જણાવેલ કે, ડ્રાઇવીંગ લાઇસન્સ તથા બાઈકના કાગળો મારી સાથે નથી ઘરે પડેલ છે જેથી તેમને કહેલ કે, તમે તમારા મોબાઇલમાં વ્હોટસએપ માં તમારૂ ડ્રાઇવીંગ લાઇસન્સ તથા કાગળો મંગાવી આપો. આમ કહેતા તે બાઈકના ચાલકે કહેલ કે, તમારે કાગળો જોવા હોય તો મારી સાથે ઘરે ચાલો તેમ કહી બોલાચાલી કરી ગાળો બોલવા લાગેલ હતો. ત્યાં હાજર પીઆઈ એમ.જી.વસાવા પણ દોડી આવેલ અને તેમની પાસે ડ્રાઇવીંગ લાઇસન્સ માંગતા તેમને કહેલ કે, મારી પાસે હાજરમાં ડ્રાઈવીંગ લાઇસન્સ નથી. જેથી પીઆઈએ દંડ ભરી દેવાનું કહેતાં બાઈક ચાલક ઉશ્કેરાયો અને કહેલ કે, મારે દંડ નથી ભરવો. જેથી તેને તમારી બાઈક ડીટેઈન કરશું કહેતાં બાઈક ચાલક ઉશ્કેરાઈ જઈ ઉંચા અવાજે વાત કરી ગાળો આપી કહેવા લાગેલ કે, તમને ડિટેઇન કરવાની સત્તા નથી અને આ મારી ગાડી છે તેમ કહી બોલાચાલી કરવા લાગેલ હતો. બાદમાં પીઆઈએ તેનું બાઈક ડિટેઇન કરતાં તે પોતાનું બાઈક મૂકી ભાગી ગયો હતો. બનાવ અંગેની વિડીયો વાયરલ થતાં એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બે ચોરીના બાઈક સાથે એક આરોપીને ઝડપી પાડ્યો
રાજકોટ બી ડીવીઝન પોલીસ સ્ટફ પેટ્રોલીંગમાં હતો ત્યારે જુના કુવાડવા પોલીસ સ્ટેશન પાછળ બે ચોરાઉ બાઇક સાથે નવાગામ આણંદપર મુળ યુ.પી.ના એક શખ્સને ઝડપી લઇ કુવાડવા પોલીસને હવાલે કર્યો છે. બી ડીવીઝન પોલીસને મળેલ બાતમી આધારે નવાગામ મેઇન રોડ નકલંક હોટલ પાસે જુના કુવાડવા પોલીસ સ્ટેશન પાછળથી હીરાલાલ સુગ્રીવ ગૌતમ (ઉ.વ.30)ને ઝડપી લઇ તેમની પાસેથી ચોરાઉ બાઈક અને એકટીવા મળી કુલ રૂ.40 હજારનો મુદામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી હતી. આરોપીએ બન્ને વાહન કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જ ચોરી કર્યા હોવાનું સામે આવતા કુવાડવા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ફોર્જરીનો ગુનો દાખલ કરવા અરજી કોર્ટે નામંજૂર કરી
પુના ખાતે આવેલ કંપનીના પ્રોપરાઈટર વૈશાલી વિનોદ શીંદેએ રાજકોટની રવી મેટલ ટ્રીટમેન્ટ પેઢીના માલીક રમેશ રાચ્છ પાસેથી ધંધા માટે રૂપીયા 2 કરોડ લીધેલ હતા જે પછી રૂ.3 લાખ પરત કરી રૂ. 1 કરોડ 97 લાખ અદા કરવા 14 ચેક આપ્યા હતા. જે ચેક રિટર્ન થતા રાજકોટની અદાલતમાં અર્નવ એન્જીનીયર્સના પ્રોપરાઈટર વૈશાલી શીંદે વીરૂધ્ધ 14 કેસ દાખલ કરવામાં આવેલ હતા. કોર્ટમાં કેસ ચાલતા આરોપી પક્ષે દલીલ દરમિયાન ફરિયાદી પક્ષ સામે આઈપીસી 191, 192, 193, 463, 464, 495, 467, 468, 469, 472, 474, 457 તથા 477 હેઠળ વિરૂધ્ધ ગુનો દાખલ કરવા અરજી કરી હતી. જેથી મુળ ફરિયાદી પક્ષે એડવોકેટ સુરેશ ફળદુએ દલીલો કરેલી કે, આરોપીનો ઈરાદો માત્ર કામ ડીલે કરવાનો છે. અગાઉ પણ બે વાર જુદી જુદી અરજી આપેલ. જે નામંજુર થતા બંને વાર 14-14 રિવિઝન સેશન્સ અદાલતમાં દાખલ કરવામાં આવેલ. તે પણ નામંજુર થયેલ. કોઈ જ ફોર્જ ડોક્યુમેન્ટ બનેલ નથી. માટે આરોપીની અરજી નામંજુર કરવામાં આવે. દલીલો ધ્યાને લઈ ફરીયાદી વિરૂધ્ધ જુદી જુદી 13 કલમો હેઠળ ફોર્જરીનો ગુનો દાખલ કરવા આપેલ અરજી રાજકોટના એડી. ચીફ જયુડીએ નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.