back to top
Homeભારતસંસદ સત્ર- વન નેશન-વન ઇલેક્શન બિલ આજે લોકસભામાં રજુ થશે:કોંગ્રેસ-શિવસેનાએ વ્હીપ જાહેર...

સંસદ સત્ર- વન નેશન-વન ઇલેક્શન બિલ આજે લોકસભામાં રજુ થશે:કોંગ્રેસ-શિવસેનાએ વ્હીપ જાહેર કર્યો; મોદી રાજ્યસભામાં બંધારણ પરની ચર્ચાનો જવાબ આપી શકે છે

સંસદના શિયાળુ સત્રના આજે 17માં દિવસે સરકાર લોકસભામાં વન નેશન-વન ઇલેક્શન સંબંધિત બે બિલ રજૂ કરશે. બંને બિલોને કેન્દ્રીય કેબિનેટ દ્વારા 12 ડિસેમ્બરે મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ સૌપ્રથમ વન નેશન, વન ઇલેક્શન માટે 129મું બંધારણ સંશોધન બિલ રજૂ કરશે. કોંગ્રેસ અને શિવસેનાએ તેમના સાંસદોને વ્હીપ જાહેર કર્યા છે. બીજું બિલ કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંબંધિત ત્રણ કાયદાઓમાં સુધારો કરવાનું છે. આ બિલમાં કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર અધિનિયમ- 1963, ધ ગવર્નમેન્ટ ઓફ નેશનલ રેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી- 1991 અને જમ્મુ અને કાશ્મીર રિઓર્ગેનાઈઝેશન એક્ટ- 2019નો સમાવેશ થાય છે. તેના દ્વારા જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે સુધારા પણ કરી શકાય છે. રાજ્યસભામાં બીજા દિવસે પણ બંધારણ પર વિશેષ ચર્ચા ચાલુ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે ચર્ચાનો જવાબ આપી શકે છે. આ પહેલા પીએમએ 14 ડિસેમ્બરે લોકસભામાં બંધારણ પર વિશેષ ચર્ચામાં ભાગ લીધો હતો. ચર્ચા દરમિયાન તેમણે કોંગ્રેસને બંધારણનો શિકાર કરનારી પાર્ટી ગણાવી હતી. ગઈકાલે નાણામંત્રી સીતારમણ અને કોંગ્રેસ અધ્યક્ષ ખડગે વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી
સોમવારે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. નાણામંત્રીએ કહ્યું- કોંગ્રેસ શરમવિના જ પરિવાર અને વંશવાદની મદદ માટે બંધારણમાં સુધારો કરતી રહી. આ બાબતે ખડગેએ કહ્યું, ‘જે લોકો તિરંગા, અશોક ચક્ર અને સંવિધાનને નફરત કરતા હતા તેઓ આજે શીખવી રહ્યા છે. જ્યારે બંધારણ બન્યું ત્યારે આ લોકોએ તેને સળગાલી નાખ્યું. જે દિવસે બંધારણ અપનાવવામાં આવ્યું તે દિવસે તેઓએ દિલ્હીના રામલીલા મેદાનમાં બાબાસાહેબ આંબેડકર, જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધીના પૂતળા બાળ્યા હતા. આરએસએસના નેતાઓ બંધારણનો વિરોધ કરે છે કારણ કે તે મનુસ્મૃતિ પર આધારિત નથી. ખડગેએ કહ્યું, ‘નાણામંત્રી નિર્મલા સીતારમણ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માંથી સ્નાતક છે. હું મ્યુનિસિપલ સ્કૂલમાં ભણ્યો છું, પણ મેં બંધારણ પણ થોડું વાંચ્યું છે. નિર્મલા જીનું અંગ્રેજી અને હિન્દી ભલે સારું હોય, પરંતુ તેમના કર્મો સારા નથી. એક દેશ, એક ચૂંટણી માટે રચાયેલી સમિતિએ માર્ચમાં રાષ્ટ્રપતિને રિપોર્ટ સોંપ્યો હતો
એક દેશ-એક ચૂંટણી પર વિચાર કરવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં 2 સપ્ટેમ્બર, 2023ના રોજ એક સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ લગભગ 191 દિવસ સુધી હિતધારકો અને એક્સપર્ટસ્ સાથે ચર્ચા કર્યા પછી, 14 માર્ચ, 2024 ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો અહેવાલ સુપરત કર્યો. એક દેશ-એક ચૂંટણીનો અમલ કરવા માટે બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં 1 નવી કલમ ઉમેરવા અને 3 કલમોમાં સુધારો કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. સરકાર આ મુદ્દે સર્વસંમતિ સાધવા માંગે છે, તેથી બિલને સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ને મોકલવામાં આવે તેવી શક્યતા છે. બંધારણીય સુધારાથી શું બદલાશે, 3 મુદ્દા… કોવિંદ સમિતિની 5 ભલામણો… એક દેશ, એક ચૂંટણી શું છે?
ભારતમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. એક દેશ, એક ચૂંટણીનો મતલબ લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની એક સાથે ચૂંટણી. તેનો અર્થ એ છે કે લોકસભા અને રાજ્ય વિધાનસભાના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે, એક જ સમયે તેમના મત આપશે. આઝાદી પછી, 1952, 1957, 1962 અને 1967 માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી, પરંતુ 1968 અને 1969માં, ઘણી વિધાનસભાઓ સમય પહેલા વિસર્જન કરવામાં આવી હતી. તે પછી ડિસેમ્બર 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી. જેના કારણે એક દેશ, એક ચૂંટણીની પરંપરા તૂટી ગઈ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments