back to top
Homeભારતસેનાએ કહ્યું- 1971ના યુદ્ધની તસવીર હટાવી નથી:તેને દિલ્હીના માણેકશા સેન્ટરમાં શિફ્ટ કરવામાં...

સેનાએ કહ્યું- 1971ના યુદ્ધની તસવીર હટાવી નથી:તેને દિલ્હીના માણેકશા સેન્ટરમાં શિફ્ટ કરવામાં આવી હતી જેથી વધુ લોકો તેને જોઈ શકે

આર્મી ચીફની લાઉન્જમાં પ્રદર્શિત પાકિસ્તાની સેનાના સરેન્ડરની તસવીર બાબતે સેનાનું નિવેદન સામે આવ્યું છે. સેનાએ તેના X હેન્ડલ પર કહ્યું કે 1971ના યુદ્ધની તસવીર હટાવી નથી. તેને દિલ્હીના માણેકશા સેન્ટરમાં શિફ્ટ કરવામાં આવી છે, જેથી વધુને વધુ લોકો તેને જોઈ શકે. ખરેખરમાં, આર્મી ચીફની લાઉન્જમાં 1971માં પાકિસ્તાની સેનાના આત્મસમર્પણને દર્શાવતી પેઇન્ટિંગને બદલીને નવી આર્ટવર્ક લગાવવામાં આવી છે. તેમાં લદ્દાખમાં પેંગોંગ ત્સો, મહાભારત પ્રેરિત થીમ્સ અને આધુનિક યુદ્ધને દર્શાવાયું છે, જે સંભવતઃ ચીન સાથેની તેની ઉત્તરીય સરહદ પર ભારતના વધતા વ્યૂહાત્મક ધ્યાનને પ્રતિબિંબિત કરે છે. બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ દરમિયાન પાકિસ્તાની સેનાના આત્મસમર્પણવાળી તસવીરને હટાવવાનો મામલો સંસદમાં પહોંચ્યો હતો. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો. બંનેએ સરકાર પર ભારતના લશ્કરી ઈતિહાસ અને ઈન્દિરા ગાંધીની આગેવાનીવાળી સરકારના વારસાને નબળી પાડવાનો આરોપ લગાવ્યો હતો. પહેલા તે તસવીર, જેને હટાવવા પર વિવાદ થઈ રહ્યો છે આ તસવીર 16 ડિસેમ્બર 1971ની છે. તે ઢાકાના રેસકોર્સ ખાતે લેવામાં આવી હતી. તસવીરમાં પાકિસ્તાનના લેફ્ટનન્ટ જનરલ એ.એ.કે. નિયાઝી અને ભારતના ઈસ્ટર્ન થિયેટરના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ જગજીત સિંહ અરોરા દેખાય છે. નિયાઝીની સામેના ટેબલ પર એક દસ્તાવેજ છે, જેના પર તે સહી કરતા દેખાય છે. તેમની પાછળ ભારતીય સેનાના અન્ય ઘણા અધિકારીઓ પણ ઉભા છે. આ એ જ ઐતિહાસિક ક્ષણ હતી, જેના પછી લેફ્ટનન્ટ જનરલ નિયાઝીએ પોતાની કમર પરની પિસ્તોલ જગજીત સિંહને સોંપી દીધી હતી અને અને 93 હજાર પાકિસ્તાની સૈનિકો સાથે વિશ્વનું સૌથી મોટું સરેન્ડર કર્યુ હતું. સેનાએ કહ્યું- હવે વધુ લોકો અમારી સૌથી મોટી જીતનો પુરાવો જોશે સેનાએ X પર એક પોસ્ટમાં લખ્યું- “આ પેઇન્ટિંગ ભારતીય સશસ્ત્ર દળોની સૌથી મોટી સૈન્ય જીત પૈકીની એક છે અને તમામ માટે ન્યાય અને માનવતા પ્રત્યેની ભારતની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. નવી દિલ્હીના માણેકશા સેન્ટર ખાતે તેના પ્રદર્શનથી મોટી સંખ્યામાં મુલાકાતીઓને લાભ આપશે, કારણ કે આ સ્થળની ભારત અને વિદેશના લોકો મોટી સંખ્યામાં મુલાકાત લે છે.” પાકિસ્તાનના સરેન્ડરવાળી તસવીરના સ્થાને નવી કલાકૃતિ આ કલાકૃતિ લેફ્ટનન્ટ કર્નલ થોમસ જેકબ દ્વારા બનાવવામાં આવી છે. તેને ‘કર્મક્ષેત્ર’ નામ આપવામાં આવ્યું છે. આ પેઇન્ટિંગમાં પ્રાચીન ભારતના સિદ્ધાંતો સાથે આધુનિક સેનાને દર્શાવવામાં આવી છે. આમાં મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ-અર્જુન, ગરુડ ચાણક્ય, નેવી-ભૂમી અને વાયુ સેનાનું સંકલન, ડ્રોન, સબમરીન પણ સામેલ છે. ડિફેન્સ એક્સપર્ટનું માનવું છે કે પેઇન્ટિંગ્સની આપ-લે પાછળ મહત્વનો મેસેજ દર્શાવાયો છે. ભારતીય સેનાની તાકાત અને દુશ્મનને તેના ઘૂંટણિયે લાવવાની તેની ક્ષમતા સરેન્ડરવાળી તસવીર દ્વારા દર્શાવવામાં આવી હતી. હવે ‘કર્મક્ષેત્ર’ પેઈન્ટિંગ દ્વારા ભારતીય સેના ચીનને સંદેશ આપી રહી છે કે ભારત એ ફિલોસોફી અપનાવી રહ્યું છે જેમાં ચાણક્યની રણનીતિ અને ગીતાના પાઠ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments