back to top
Homeમનોરંજન'હું રોજ રડતી હતી':રણબીર કપૂર સાથેના વાયરલ ફોટો પર માહિરા ખાને તોડ્યું...

‘હું રોજ રડતી હતી’:રણબીર કપૂર સાથેના વાયરલ ફોટો પર માહિરા ખાને તોડ્યું મૌન, કહ્યું- લાગતું હતુ કે હવે કરિયર ખતમ થઈ જશે

માહિરા ખાન પાકિસ્તાનની દિગ્ગજ અભિનેત્રીઓમાંની એક છે. ભારતમાં પણ તેની ફેન ફોલોઈંગ ઓછી નથી. અભિનેત્રીએ શાહરુખ ખાન સાથે ફિલ્મ ‘રઈસ’માં પણ કામ કર્યું હતું. પરંતુ બોલિવૂડમાં તેની કારકિર્દી ચમકી શકે તે પહેલા જ તેના પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, અભિનેત્રી રણબીર કપૂર સાથેના વાયરલ ફોટાને તેના પ્રતિબંધનું કારણ માને છે. વર્ષ 2017માં જ્યારે પાકિસ્તાની બ્યુટી માહિરા ખાન પોતાના કરિયરમાં એક ડગલું આગળ વધી રહી હતી અને ફિલ્મ રઈસથી શાહરુખ ખાન સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી હતી, ત્યારે કંઈક એવું થયું કે જેના કારણે તે વિવાદમાં આવી ગઈ. તે વર્ષે, માહિરાનો એક ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો જેમાં તે અભિનેતા રણબીર કપૂર સાથે સિગારેટ પીતી જોવા મળી હતી. 2016માં ઉરી હુમલા બાદ પાકિસ્તાની સ્ટાર્સ માટે બોલિવૂડના દરવાજા બંધ થઈ ગયા હતા. માહિરા ખાનની શાહરુખ સાથેની ફિલ્મ પણ ફ્લોપ થઈ ગઈ હતી અને તેના ઉપર રણબીર સાથેના વિવાદાસ્પદ ફોટાએ તેને એટલી બધી ભાંગી નાખી હતી કે તેને લાગ્યું કે તેની કારકિર્દી ખતમ થઈ ગઈ છે. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં, અભિનેત્રીએ મુશ્કેલ સમયને યાદ કર્યો. માહિરા ખાને મુશ્કેલ સમય પર વાત કરી
મીડિયા સાથે વાત કરતાં માહિરા ખાને કહ્યું, “આ એક ક્રેઝી સફર રહી છે. મારા દર્શકો મારી સાથેની આ સફરનો એક હિસ્સો છે. છૂટાછેડા, એક બાળક હોવું અને આ સફરમાં મારું બાળક મારી સાથે હોવું,આટલા લાંબા સમય સુધી એકલા રહેવું, તે તસવીરો સામે આવવી, કોઈ બીજા જ દેશમાં પ્રતિબંધ લાગી જવો… તે બધું પાગલપણથી ભરેલું હતું અને તે એક મુશ્કેલ સાથે સાથે અદભુત સમય પણ હતો. પરંતુ એવી ક્ષણો આવી જે ખૂબ જ વધુ મુશ્કેલ હતી પરંતુ મેં તેને શેર ન કરવાનો નિર્ણય લીધો. ” અભિનેત્રી આખો દિવસ રડતી હતી
માહિરા ખાને વધુમાં ઉમેર્યું, “પણ મેં મારી જાતને કહ્યું, ‘શું તું પાગલ છે? આ બધું ખતમ થઈ જશે.,’ કદાચ આ 14 વર્ષની માહિરાએ મને કહ્યું હતું. પરંતુ હું જૂઠું બોલીશ નહીં કે તે સમય ઘણો મુશ્કેલ હતો. પથારીમાંથી હું દરરોજ ઊઠતી અને રડતી હતો, તેનાથી મારા અંગત જીવનમાં ઘણી બધું થયું હતું.’ એ નોંધનીય છે કે માહિરા અને રણબીરનો ન્યૂયોર્કથી ફોટો વાયરલ થયા બાદ બંને રિલેશનશિપમાં હોવાની અટકળો વહેતી થઈ ગઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments