પાવન સલીલા મા નર્મદાની પરિક્રમામાં હવે બાળકો પણ જોડાઈ રહ્યાં છે. 3,000 કિલોમીટરથી વધારે લાંબી પરિક્રમા કરી તેઓ પણ પુણ્યનું ભાથુ બાંધી રહ્યાં છે. મધ્યપ્રદેશનો નમન દાદા-દાદી સાથે નર્મદાની પરિક્રમા કરી રહ્યો છે. એક મહિનામાં પગપાળાથી 500 કિમીનું અંતર કાપીને રામકુંડથી પ્રથમ તબક્કાના અંત ભાગ તરફ જવા રવાનો થયો છે. શાળામાંથી પરિક્રમા માટે રજા મેળવી
નમન વર્માએ અમરકંટકથી નર્મદા પરિક્રમા શરૂ કરી હતી. ગઈકાલે તે દાદા-દાદી સાથે નર્મદા મૈયાની પરિક્રમા કરતાં કરતાં અંકલેશ્વરના રામકુંડ ખાતે આવી પહોંચ્યો હતો, જ્યાં તેની સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે તેણે શાળામાંથી પરિક્રમા માટે રજા મેળવી હતી. એ બાદ તે દાદા-દાદી સહિત સાતથી આઠ લોકો સાથે મા નર્મદાની પરિક્રમા માટે નીકળ્યો છે. કઠિન ગણાતી નર્મદા પરિક્રમામાં 6 વર્ષના બાળકની ભક્તિ જોઈ સૌકોઈ આશ્ચર્યચકિત થઈ ઊઠ્યા છે. નમન વર્માએ જણાવ્યું હતું કે… રસ્તામાં અનેક મુસીબતો આવે છે, પણ તે મા નર્મદાના સ્મરણથી દૂર થઈ જાય છે. 6 વર્ષના બાળકની ભક્તિ જોઈ સૌકોઈ આશ્ચર્યચકિત
નમનના દાદા સાથે વાત કરતાં જાણવા મળ્યું કે નમન મધ્યપ્રદેશના પ્રિતનગરમાં ધોરણ-1માં અભ્યાસ કરે છે. તેણે દાદા-દાદી સાથે પરિક્રમા કરવાનો નિર્ધાર કર્યો હતો, જેથી તેણે આ વાત દાદા-દાદીને જણાવતાં તેઓ પણ નવાઈ પામ્યા હતા કે 6 વર્ષનું બાળક પગપાળા આ કઠિન પરિક્રમા કેવી રીતે કરી શકશે. નયનની મા નર્મદા પ્રત્યેની ભક્તિ આગળ નમી ગયાં હતાં. નયનની મા નર્મદા પ્રત્યેની ભક્તિ અતૂટ
બાળક સાથે વધુ વાતચીત કરતાં તેણે જણાવ્યું હતું કે તે છેલ્લા એક મહિનાથી પગપાળા ચાલીને આ પરિક્રમા કરે છે. રોજનું અંદાજિત 20થી 25 કિલોમીટર જેટલું અંતર કાપે છે. અત્યારસુધીમાં તેણે 500 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી છે, હજુ 3000 કિલોમીટર જેટલું અંતર કાપવાનું બાકી છે. તેને આ યાત્રા કરવામાં ખૂબ આનંદ આવી રહ્યો છે. યાત્રા બાદ તે ફરી પોતાનું ભણવાનું શરૂ કરશે એવું પણ તેણે જણાવ્યું હતું. રામકુંડથી પ્રથમ તબક્કાના અંત ભાગ તરફ જવા રવાના
નમન અને તેનાં દાદા-દાદી સહિત સાતથી આઠ લોકોનો આ સંઘ શહેરના મુખ્ય માર્ગ ઉપર ‘નર્મદે હર’ના જાપ સાથે પસાર થઇ રામકુંડ તીર્થધામ ખાતે આવી પહોંચ્યો હતો. રામકુંડ ખાતે તેમણે રાત્રિરોકાણ કરી પ્રથમ તબક્કાના અંત ભાગ તરફ જવા રવાના થયા હતા. ત્યારે દાદા-દાદી માટે શ્રવણ કુમાર બનેલા આ બાળભક્તનાં માતા-પિતા પણ ધન્ય છે કે તેમણે પોતાના બાળકને આ આધ્યાત્મિક યાત્રા પર મોકલ્યો છે.