ગુજરાત ટેકનોજીકલ યુનિવર્સિટીમાં આજે BOGની બેઠક મળી હતી. આ બેઠકમાં પૂર્વ રજિસ્ટ્રાર વિરુદ્ધ નોંધાયેલી જાતીય સતામણીની ફરિયાદ મામલે ચર્ચા કરવામાં આવી હતી. એસ. ડી પંચાલ સામે ટોસ કમિટી રિપોર્ટ સોંપ્યો છે જે રિપોર્ટ સામે એસ. ડી પંચાલે અપીલ કરી છે જે અપીલ માટે GTU દ્વારા કમિટી બનાવવામાં આવી છે જે નિર્ણય કરશે.આ ઉપરાંત GTU માં પ્રોફેસર સહિતના હોદ્દા પર ભરતી કરવાની હતી તે ભરતીમાં કેટલાક હોદ્દો પર હજુ GTU ને ઉમેદવાર મળ્યા નથી. GTU માં પ્રોફેસર એસ. ડી પંચાલ વિરુદ્ધ મહિલા.પ્રોફેસર જાતીય સતામણીની ફરિયાદ કરી હતી, જે મામલે જીટીયુની ICC કમિટી દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. ICC કમિટીએ તપાસના અંતે જીટીયુને રિપોર્ટ હતો. જે રિપોર્ટ BOG ની બેઠકમાં મૂકવામાં આવ્યો હતો. આ રિપોર્ટ એચ.ડી પંચાલને પણ આપવામાં આવ્યો હતો. ત્યારે એચડી પંચાલે રિપોર્ટ સામે વાંધો ઉઠાવીને રિપોર્ટ સામે અપીલ કરી છે. જે અપીલ માટે હવે જીટીયુ દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે. આગામી દિવસમાં કમિટી દ્વારા અપીલ મામલે પણ નિર્ણય કરવામાં આવશે.આ ઉપરાંત જીટીયુમાં વિવિધ જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા માટે ઇન્ટરવ્યૂ થયા હતા. તે ભરતી પ્રક્રિયામાં કેટલાક હોદ્દા માટે જીટીયુને ઉમેદવાર મળી ચૂક્યા છે. જેના નામ આજે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. પરંતુ કેટલાક હોદ્દાઓ માટે હજુ જીટીયુને લાયક ઉમેદવાર ના મળતા તે જગ્યાઓ ખાલી રહેશે.