back to top
Homeસ્પોર્ટ્સIND Vs AUS: બુમરાહ-આકાશે ભારતની લાજ બચાવી:બન્નેએ ટીમ ઈન્ડિયાને ફોલોઓનમાંથી બચાવ્યું, આજે...

IND Vs AUS: બુમરાહ-આકાશે ભારતની લાજ બચાવી:બન્નેએ ટીમ ઈન્ડિયાને ફોલોઓનમાંથી બચાવ્યું, આજે મેચનો છેલ્લો દિવસ; ભારત હજુ પણ ઘણું પાછળ

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ બ્રિસ્બેનના ધ ગાબા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ગઈકાલે મેચના ચોથા દિવસે બુમરાહ-આકાશની જોડીએ ભારતને ફોલોઓન થતા બચાવી લીધું હતું. આજે મેચનો છેલ્લો દિવસ છે અને ટીમ ઈન્ડિયા હજુ પણ 193 રન પાછળ છે. ભારતે 9 વિકેટે 252 રન બનાવી લીધા છે. આકાશ દીપ 27 અને જસપ્રીત બુમરાહ 10 રને અણનમ પરત ફર્યા હતા. બન્નેએ છેલ્લી વિકેટ માટે અણનમ 39 રનની ભાગીદારી કરી હતી એક સમયે ટીમે 213 રનમાં નવમી વિકેટ ગુમાવી દીધી હતી. રવીન્દ્ર જાડેજા 77 રન બનાવીને આઉટ થયો હતો. અહીંથી ભારતને ફોલોઓનથી બચવા માટે 33 રનની જરૂર હતી. આવી સ્થિતિમાં આકાશ દીપ અને જસપ્રીત બુમરાહે ધીરજ સાથે બેટિંગ કરી. ભારતીય ટીમે દિવસની શરૂઆત 51/4ના સ્કોરથી કરી હતી. કેએલ રાહુલે 84 રન બનાવીને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન પેટ કમિન્સે 4 વિકેટ ઝડપી હતી. જ્યારે મિચેલ સ્ટાર્કને 3 વિકેટ મળી હતી. તો જોશ હેઝલવુડને એક-એક વિકેટ મળી હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં 445 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ શનિવારે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. કેએલ રાહુલે 84 રન બનાવ્યા ભારતીય ઓપનર કેએલ રાહુલ 84 રન બનાવીને આઉટ થયો હતો. તેણે જાડેજા સાથે 67 રનની ભાગીદારી કરી હતી. રાહુલે પોતાની ઇનિંગમાં 8 ચોગ્ગા માર્યા હતા. જાડેજાએ 77 રન બનાવ્યા, 123 બોલ રમ્યા
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડરે ફરી એકવાર પોતાને પૂરવાર કરી બતાવ્યો કે તેને પ્લેઇંગ-11માંથી બહાર રાખવો ભૂલ છે. રવીન્દ્ર જાડેજાએ મુશ્કેલ સમયે આવીને રાહુલ સાથે પાર્ટનરશિપ કરી. જડ્ડુએ રાહુલ સાથે 67 રનની પાર્ટનરશિપ કરી. આ પછી તેણે નીતિશ રેડ્ડી સાથે પણ ભાગીદારી કરી અને ટીમને ફોલોઓન થતા અટકાવવા માટે લડાયક ઇનિંગ રમી. જાડેજા 77 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 123 બોલ રમ્યા. આ દરમિયાન તેણે 7 ચોગ્ગા અને 1 છગ્ગો પણ ફટકાર્યો હતો. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ (વાઇસ-કેપ્ટન) અને મોહમ્મદ સિરાજ. ઓસ્ટ્રેલિયા (AUS): પેટ કમિન્સ (કેપ્ટન), નાથન મેકસ્વીની, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને જોશ હેઝલવુડ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments