back to top
Homeસ્પોર્ટ્સઅશ્વિનની ડ્રામેટિક એક્ઝિટ:ટી પહેલાં કોહલીને ભેટ્યો, ડ્રેસિંગરુમમાં ગયો, પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું આજે...

અશ્વિનની ડ્રામેટિક એક્ઝિટ:ટી પહેલાં કોહલીને ભેટ્યો, ડ્રેસિંગરુમમાં ગયો, પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું આજે આ મારો છેલ્લો દિવસ હતો; ભારતનો બીજા નંબરનો સૌથી સફળ બોલર

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને ઈન્ટરનેશનલ ક્રિકેટના બધા જ ફોર્મેટમાંથી રિટાયરમેન્ટ લેવાની જાહેરાત કરી છે. મેચ પછી તે પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્મા સાથે આવ્યો હતો. અને પ્રેસ કોન્ફરન્સમાં જ નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે કહ્યું કે હું ક્રિકેટના બધા જ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. ભારતીય ટીમ સાથે આજે મારો છેલ્લો દિવસ હતો. સિરીઝમાં 1-1ની બરાબરી સાથે, અશ્વિને એડિલેડમાં બીજી ટેસ્ટમાં પ્રદર્શન કર્યા બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી. અનુભવી ઑફ-સ્પિનરને પાંચમા દિવસે ટી-બ્રેક દરમિયાન સિનિયર બેટર અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સાથે ડ્રેસિંગ રૂમમાં લાંબી ચેટ કરતા જોવામાં મળ્યો હતો. અશ્વિને ત્રણેય ફોર્મેટમાં 287 મેચ રમી અને 765 વિકેટ લીધી. તે ભારતનો બીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેનાથી આગળ માત્ર અનિલ કુંબલે છે જેણે 619 વિકેટ લીધી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- જ્યારે હું પર્થ આવ્યો ત્યારે અશ્વિને મને તેની નિવૃત્તિ વિશે જણાવ્યું હતું. જો કોઈ ખેલાડી નિર્ણય લે છે તો તેનું સન્માન કરવું જોઈએ. તેણે કહ્યું કે અશ્વિન આવતીકાલે ભારત પરત ફરશે. 106 ટેસ્ટમાં 537 વિકેટ લીધી
આર. અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 106 મેચમાં 537 વિકેટ લીધી હતી. તેના નામે 37 પાંચ વિકેટ છે અને તેણે 8 વખત મેચમાં 10 વિકેટ લીધી છે. અશ્વિને 156 ODI વિકેટ પણ લીધી હતી. અશ્વિને T-20માં 72 વિકેટ લીધી હતી. એક બેટર તરીકે, અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 3503 રન બનાવ્યા અને કુલ 6 ટેસ્ટ સદી ફટકારી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની કુલ 8 સદી છે. સૌથી વધુ પાંચ વિકેટ લેનાર ભારતીય
અશ્વિને ટેસ્ટમાં 37 પાંચ વિકેટ ઝડપી છે, જે ભારતીય બોલર દ્વારા સૌથી વધુ છે. તેના પછી કુંબલે આવે છે. કુંબલેએ ટેસ્ટમાં 35 ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી હતી. સૌથી વધુ ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેવાનો ઓવરઓલ રેકોર્ડ શ્રીલંકાના મુથૈયા મુરલીધરનના નામે છે. તેણે 67 વખત પાંચ વિકેટ લીધી છે. અશ્વિન શેન વોર્ન સાથે સંયુક્ત રીતે બીજા સ્થાને છે. ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ વિકેટ ઝઢપી
અશ્વિને તેની કારકિર્દીમાં ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ વિકેટ લીધી છે. તેણે ઇંગ્લેન્ડ સામે ત્રણેય ફોર્મેટ સહિત 53 મેચ રમી અને 150 વિકેટ લીધી. તે જ સમયે, ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને છે, જેની સામે અશ્વિને 50 મેચમાં 146 વિકેટ ઝડપી છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર વિદેશમાં સૌથી વધુ વિકેટ લીધી
અશ્વિને વિદેશમાં ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ વિકેટ ઝડપી છે. તેણે કાંગારૂઓના હોમ ગ્રાઉન્ડ પર ત્રણેય ફોર્મેટમાં કુલ 38 મેચ રમી અને 71 વિકેટ લીધી. આ સિવાય તેણે શ્રીલંકામાં 16 મેચમાં 49 વિકેટ ઝડપી છે. અશ્વિને ભારતમાં 131 મેચમાં 475 વિકેટ ઝડપી છે. સમાચારને સતત અપડેટ કરી રહ્યા છીએ…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments