back to top
Homeગુજરાતઆ લીલી શાકભાજી ખાધી તો તબિયત બગડવાનું નક્કી!:વડોદરામાં ગંદા પાણીના તળાવમાં શાકભાજી...

આ લીલી શાકભાજી ખાધી તો તબિયત બગડવાનું નક્કી!:વડોદરામાં ગંદા પાણીના તળાવમાં શાકભાજી સાફ કરાતી હોવાનો વીડિયો વાઇરલ

શિયાળાની ઋતુમાં લીલા શાકભાજી ખાવાથી આરોગ્ય સારું રહે છે. પરંતુ, ઘરના રસોડા સુધી આવતા શાકભાજી આરોગ્ય માટે કેટલા સારા છે તે કહેવું મુશ્કેલ છે. વડોદરા નજીક દુષિત પાણીમાં ધોવાઇને આવતા શાકભાજી છૂટક બજાર અને જથ્થાબંધ માર્કેટમાં વેચાઇ રહ્યા છે તેવા વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. એક જાગૃત નાગરિકે દુષિત પાણીમાં અમુક લોકો શાકભાજી ધોઇ રહ્યાં હોય તેવા વીડિયો ઉતારીને વાઇરલ કર્યા હતા. જાગ્રત નાગરિકે વીડિયો ઉતારી વાઇરલ કર્યા
દુષિત પાણીમાં ધોવાતા શાકભાજીના વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરનાર જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે, શાકભાજીના વેપારીઓ ખેતરોના માલિકો પાસેથી સીધા વિવિધ પ્રકારના લીલા શાકભાજી ખરીદીને શહેર તેમજ ગામડાઓમાં છૂટક ભાવે વેચી રહ્યા છે. તો કેટલાક વેપારીઓ ખેતરમાંથી શાકભાજી ખરીદીને જથ્થાબંધ માર્કેટમાં વેચે છે. આ શાકભાજી છૂટક બજારમાં અથવા જથ્થાબંધ માર્કેટમાં વેચાવા જતાં પહેલાં રસ્તામાં દુષિત પાણી ભરેલા કોતરોમાં ધોવાય છે. આવી શાકભાજીથી લોકોનું આરોગ્ય બગડે
ખેતરોમાંથી સીધા વેચાવા માટે જતાં શાકભાજી ધોવા પાછળના કારણોમાં શાકભાજી ચોખ્ખાં અને તાજા લાગે. ઉપરાંત વજનમાં વધારો થવાથી નફામાં વધારો થાય છે. જેના કારણે વેપારીઓ દુષિત પાણીમાં શાકભાજી ધોઇને છૂટક બજારમાં અથવા જથ્થાબંધ માર્કેટમાં વેચવા માટે જાય છે. અને આ દૂષિત પાણીથી ધોયેલા શાકભાજી પરિવારજનોનું આરોગ્ય બગાડવા રસોઇ ઘર સુધી આવી જાય છે. જોકે, મોટાભાગની ગૃહિણીઓ શાકભાજીનો ઉપયોગ કરતાં પહેલાં ઘરના સ્વચ્છ પાણીથી ધોતા હોય છે. પરંતુ, સ્લમ વિસ્તારમાં રહેતી ગૃહિણીઓ તેમજ પરિવારજનો સાથે રહેતા શ્રમજીવી પરિવારની ગૃહિણીઓ માર્કેટમાંથી લાવેલા શાકભાજીનો સીધો ઉપયોગ કરતાં હોય છે. જેના કારણે પરિવારના આરોગ્ય બગડતા હોય છે. ‘માર્કેટમાં આવતાં પહેલાં શાકભાજી દૂષિત પાણીથી ધોવાય છે’
સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે વડોદરામાં શાકભાજીનું મોટું માર્કેટ છે. જ્યાં વડોદરા જિલ્લા સહિત આસપાસના જિલ્લાઓમાંથી નાના-મોટા ખેડૂતો શાકભાજી વેચવા માટે આવે છે અને માર્કેટમાંથી નાના વેપારીઓ શાકભાજી ખરીદીને શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાતા નાના-મોટા માર્કેટમાં વેચે છે. નાના મોટા શાકભાજી માર્કેટમાં વેચાતા શાકભાજી પણ દુષિત પાણીથી ધોવાતા હોય છે. તે શાકભાજી લોકો ખરીદીને ઘરે લાવતા હોય છે. લોકોનાં આરોગ્ય સાથે ચેડાં
કેટલાક વેપારીઓ માર્કેટમાંથી ખરીદેલા શાકભાજી પોતાના ખેતરમાં કરેલી શાકભાજીમાંથી લાવીને વેચતા હોવાનું બતાવવા માટે શહેર તથા ગામડાઓમાં ટેમ્પો ભરીને જતાં હોય છે. કેટલાક ખેડૂતો પોતાના અથવા અન્ય ખેતરમાંથી શાકભાજી ખરીદીને વેચતા હોય છે. પરંતુ, આ વેપારીઓ ખેતરમાંથી સીધી ખરીદેલી શાકભાજી હોય કે પછી માર્કેટમાંથી ખરીદેલા શાકભાજી હોય તે શાકભાજી દુષિત પાણીમાં ધોઇને વેચી રહ્યા છે અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. શાકભાજી સ્વચ્છ પાણીથી ધોવી હિતાવહ
સામાજિક કાર્યકરે વધુમાં જણાવ્યું હતું કે વડોદરા નજીક સોખડા, આજોડ, પાદરા સહિત જિલ્લાનાં વિવિધ ગામડાંમાંથી શહેરમાં વેચાણ માટે આવતી શાકભાજી રસ્તામાં કોતર, તળાવોના દુષિત પાણીથી ધોવાઇ ને જ આવી રહ્યા છે. તો લીલાછમ દેખાતા શાકભાજી લોકોનું આરોગ્ય સુધારી રહ્યા છે કે બગાડી રહ્યા છે ? તે એક સવાલ છે. ત્યારે, લોકોએ અને ખાસ કરીને ગૃહિણીઓએ શાકભાજીનો ઉપયોગ કરતાં પહેલાં સ્વચ્છ પાણીથી ધોવા હિતાવહ છે. શાકભાજી ધોવા માટે શેમ્પૂ પણ મળી રહ્યાં છે- ડો. ગિરીશ પારેખ
ડો. ગીરીશ પારેખે જણાવ્યું હતું કે, શિયાળામાં લીલી શાકભાજી ખાવી આરોગ્ય માટે સારી છે. શિયાળામાં શક્ય એટલી વધુ શાકભાજી ખાવી જોઈએ, પરંતુ બજારમાંથી શાકભાજી લાવીએ ત્યારે તેણે સ્વચ્છ ગરમ પાણીથી ધોઇને ઉપયોગ કરવો. હવે શાકભાજી ધોવા માટે શેમ્પૂ પણ મળી રહ્યા છે, એનો ઉપયોગ કરવો જોઇએ. બજારમાં મળતી શાકભાજી દૂષિત પાણીથી ધોયેલી હોય છે, આથી એનો ઉપયોગ કરતાં પહેલાં ચોખ્ખા પાણીથી ધોઇને ઉપયોગ કરવા મારી લોકોને અપીલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments