back to top
Homeસ્પોર્ટ્સએન્જિનિયરિંગને અલવિદા કહીને ક્રિકેટને પેશન બનાવ્યું:અશ્વિને મુરલીધરનની બરાબરી કરી, સૌથી વધુ પ્લેયર...

એન્જિનિયરિંગને અલવિદા કહીને ક્રિકેટને પેશન બનાવ્યું:અશ્વિને મુરલીધરનની બરાબરી કરી, સૌથી વધુ પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ જીત્યા; ‘એશ અન્ના’એ અનેક રેકોર્ડ્સ પોતાના નામે કર્યા

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. અશ્વિને એન્જિનિયરિંગ છોડીને ક્રિકેટમાં પ્રવેશ કર્યો અને ઘણા યાદગાર પ્રદર્શન આપ્યા. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત ઓપનિંગ બેટર અને મીડિયમ પેસર તરીકે કરી હતી, પરંતુ બાદમાં ઓફ સ્પિનમાં નિપુણતા મેળવી હતી. અશ્વિને ઘણા રેકોર્ડ બનાવ્યા છે. બ્રિસ્બેન ટેસ્ટ બાદ તેણે પ્રેસ કોન્ફરન્સમાં આવીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. રવિ અશ્વિન અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતો
38 વર્ષીય રવિચંદ્રન અશ્વિનનો જન્મ 17 સપ્ટેમ્બર 1986ના રોજ ચેન્નઈના માયલાપુરમાં થયો હતો. તેના પિતા રવિચંદ્રન પોતે ક્લબ ક્રિકેટર અને ફાસ્ટ બોલર હતા. અશ્વિન અભ્યાસમાં પણ ખૂબ જ હોશિયાર હતો. તેણે ચેન્નઈથી શાળાનો અભ્યાસ પૂરો કર્યો અને પછી SSN કોલેજ ઑફ એન્જિનિયરિંગમાંથી ITમાં ગ્રેજ્યુએટ થયો. જો કે, તેણે એન્જિનિયરિંગને અલવિદા કહ્યું અને ક્રિકેટને તેનું પેશન બનાવી લીધું. ઇન્જરીના કારણે સ્પિનર ​​બન્યો
બહુ ઓછા લોકો જાણે છે કે અશ્વિને પોતાના ક્રિકેટ કરિયરની શરૂઆત ઓપનિંગ બેટર તરીકે કરી હતી. બાદમાં તેણે મીડિયમ પેસ બોલિંગ પણ કરી હતી. તેના બાળપણના કોચ સીકે ​​વિજયે તેને ઑફ સ્પિન બોલિંગ કરવાની સલાહ આપી હતી. તેની પાછળ બે કારણો હતા. પ્રથમ, અશ્વિનની ઊંચાઈ 6 ફૂટ 2 ઇંચ હતી, જે ઑફ-સ્પિન માટે યોગ્ય માનવામાં આવે છે. બીજું, તેને અંડર-16 ક્રિકેટ દરમિયાન ઈજા થઈ હતી, જેના પછી તેને દોડવામાં મુશ્કેલી થવા લાગી હતી. તેથી તેને સ્પિન બોલિંગ કરવાનું સૂચન કર્યું હતું. 2010માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એન્ટ્રી કરી
અશ્વિનને ક્રિકેટ ચાહકો ‘એશ’ અથવા ‘એશ અન્ના’ તરીકે પણ ઓળખે છે. તેણે 2006માં હરિયાણા સામે તેની પ્રથમ ડોમેસ્ટિક મેચ રમી હતી. આ મેચમાં તેણે 6 વિકેટ લઈને બધાને પ્રભાવિત કર્યા હતા. તેણે 2010માં ઝિમ્બાબ્વે સામે વન-ડેમાં ડેબ્યૂ કર્યું હતું અને 2 વિકેટ લીધી હતી. અશ્વિને 2011માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ દિલ્હીમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું અને કુલ 9 વિકેટ લીધી. તેણે પ્રથમ ઇનિંગમાં 3 અને બીજી ઇનિંગમાં 6 વિકેટ લઈને બધાને ચોંકાવી દીધા હતા. તેને ‘પ્લેયર ઑફ ધ મેચ’ તરીકે પણ પસંદ કર્યો હતો. તે 2011 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમનો પણ ભાગ હતો. અશ્વિને 106 ટેસ્ટમાં 537 વિકેટ ઝડપી
આર. અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 106 મેચમાં 537 વિકેટ લીધી હતી. તેના નામે 37 પાંચ વિકેટ છે અને તેણે 8 વખત મેચમાં 10 વિકેટ લીધી છે. આર. અશ્વિને 156 ODI વિકેટ પણ લીધી હતી. અશ્વિને T-20માં 72 વિકેટ લીધી હતી. એક બેટર તરીકે, અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 3503 રન બનાવ્યા અને કુલ 6 ટેસ્ટ સદી ફટકારી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની કુલ 8 સદી છે. સૌથી વધુ પાંચ વિકેટ લેનાર ભારતીય
અશ્વિને ટેસ્ટમાં 37 પાંચ વિકેટ ઝડપી છે, જે ભારતીય બોલર દ્વારા સૌથી વધુ છે. તેના પછી કુંબલે આવે છે. કુંબલેએ ટેસ્ટમાં 35 ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી હતી. સૌથી વધુ ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેવાનો ઓવરઓલ રેકોર્ડ શ્રીલંકાના મુથૈયા મુરલીધરનના નામે છે. તેણે 67 વખત પાંચ વિકેટ લીધી છે. અશ્વિન શેન વોર્ન સાથે સંયુક્ત રીતે બીજા સ્થાને છે. મોસ્ટ પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ
રવિચંદ્રન અશ્વિને ટેસ્ટમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ સિરીઝના એવોર્ડમાં શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મુથૈયા મુરલીધરનની બરાબરી કરી લીધી છે. બંનેએ 11 વખત પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો છે. ડાબોડી બેટર્સને સૌથી વધુ વખત આઉટ કર્યો
રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ડાબા હાથના બેટર્સને આઉટ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે અત્યાર સુધીમાં 266 ડાબોડી બેટર્સને આઉટ કર્યા છે. અશ્વિનની બોલિંગની ખાસિયત એ છે કે તે ડાબા હાથના બેટર્સ સામે ઘણો સફળ રહ્યો છે. આ રેકોર્ડ તેની ક્રિકેટ કારકિર્દીની મોટી ઉપલબ્ધિ છે. કોણે ડાબોડી બેટર્સ સામે કેટલી વિકેટ ઝડપી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments