વિશ્વવિખ્યાત તબલા વાદક અને પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન થઈ ગયું છે. તેઓ બે અઠવાડિયાથી સેન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં દાખલ હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 18 ડિસેમ્બરના રોજ ઝાકિર હુસૈનને સુપર્દે-એ-ખાક કરવામાં આવી શકે છે. વેરિફાઇડ એક્સ યૂઝર Sherlock Ohmsએ પોતાની ટ્વિટમાં લખ્યું- નુસરત ફતેહ અલી ખાન અને ઝાકિર હુસૈન. આ જબરદસ્ત જુગલબંદી પર એક નજર કરો. તેઓ છેલ્લાં લિજેન્ડ્સમાંના એક હતાં. ( આર્કાઇવ ટ્વિટ ) ટ્વિટ જુઓ: રિટાયર્ડ એર માર્શલ અનિલ ચોપડાએ પણ આ વાઇરલ વીડિયોને ટ્વિટ કરતા લખ્યું- નુસરત ફતેહ અલી ખાન અને ઝાકિર હુસૈન ( આર્કાઇવ ટ્વિટ ) ટ્વિટ જુઓ: ત્યાં જ, TARIQUE નામના એક્સ યૂઝરે લખ્યું- ઉસ્તાદ ઝાકિર હુસૈન, ઉસ્તાદ નુસરત ફતેહ અલી ખાન સાથે પરફોર્મ કરી રહ્યા છે. ( આર્કાઇવ ટ્વિટ ) ટ્વિટ જુઓ: શું છે વાઇરલ વીડિયોનું સત્ય? તપાસ દરમિયાન અમને ટ્વિટના કમેન્ટ સેક્શનમાં અનેક યૂઝર્સના કમેન્ટ મળ્યા. તેમાં લખ્યું હતું કે આ ઉસ્તાદ ઝાકિર હુસૈન નહીં પરંતુ પાકિસ્તાનના પ્રખ્યાત તબલા વાદક ઉસ્તાદ તારી ખાન છે. સ્ક્રીનશોટ જુઓ: તપાસના આગલી તબક્કામાં અમે યુટ્યુબ પર ઉસ્તાદ તારી ખાન અને ઉસ્તાદ નુસરત ફતેહ અલી ખાનની આ જુગલબંદી સાથે સંબંધિત વીડિયો સર્ચ કર્યો. તપાસમાં સામે આવ્યું છે કે TheMrsinghh નામની યુટ્યુબ ચેનલે 6 ઓગસ્ટ 2011ના રોજ આ વીડિયો અપલોડ કર્યો હતો. વીડિયોનું ટાઇટલ હતું- વોશિંગ્ટન ડીસીમાં ઉસ્તાદ તારી ખાન અને ઉસ્તાદ નુસરત ફતેહ અલી ખાનનું લાઈવ પર્ફોર્મન્સ. વિડિઓ જુઓ: આ આર્ટિકલ મૂળ Boom દ્વારા પબ્લિશ કરવામાં આવ્યો હતો (મૂળ આર્ટિકલની લિંક). શક્તિ કલેક્ટિવ હેઠળ દિવ્ય ભાસ્કર દ્વારા તેને ફરી પબ્લિશ કરવામાં આવી રહ્યો છે.