back to top
Homeબિઝનેસનોંધપાત્ર સ્થિતિસ્થાપકતા:વૈશ્વિક સ્તરે પોલિટિકલ ઇશ્યુ, ચીન-અમેરિકા જેવાં મોટાં અર્થતંત્રોમાં આર્થિક નીતિઓમાં ફેરફારોની...

નોંધપાત્ર સ્થિતિસ્થાપકતા:વૈશ્વિક સ્તરે પોલિટિકલ ઇશ્યુ, ચીન-અમેરિકા જેવાં મોટાં અર્થતંત્રોમાં આર્થિક નીતિઓમાં ફેરફારોની અસર થઈ શકે

ભારતીય અર્થતંત્રે વૈશ્વિક આંચકા સામે સતત નોંધપાત્ર સ્થિતિસ્થાપકતા દર્શાવી છે. દેશના આર્થિક ફંડામેન્ટલ્સે બજારના ડાયનેમિક્સનો લાભ લેવા અને તેમાં આગળ વધવા માટે અપનાવાતી રોકાણ વ્યૂહરચનાઓ માટે મજબૂત પાયો પૂરો પાડ્યો છે. આમ છતાં અસ્થિરતા યથાવત રહી છે જેની પાછળ આર્થિક પરિવર્તનોથી માંડીને ભૂરાજકીય ઘટનાઓ જેવા વિવિધ પરિબળો જવાબદાર છે. હાલ, વૈશ્વિક પરિબળો બજારની અસ્થિરતાને વધારી રહ્યા છે. રશિયા-યુક્રેન વિખવાદ, મધ્ય પૂર્વમાં અસ્થિરતા જેવા ભૂરાજકીય તણાવો અને ચીન તથા અમેરિકા જેવા મોટા અર્થતંત્રોમાં આર્થિક નીતિઓમાં ફેરફારોની નોંધપાત્ર અસરો થઈ શકે છે. આ આંતરરાષ્ટ્રીય ડાયનેમિક્સ અને ઊંચા વેપાર દરોની તરફેણ કરતી અમેરિકી આર્થિક નીતિઓ સીધા વિદેશી રોકાણના પ્રવાહ પર અસર કરે છે જેનાથી ભારતીય બજારોમાં અસ્થિરતા વધી રહી છે તેમ તાતા એઆઇએ લાઇફ ઇન્સ્યોરન્સના ચીફ ઇનવેસ્ટમેન્ટ ઓફિસર હર્ષદ પાટિલે જણાવ્યું હતું. આ જટિલ માહોલમાં મજબૂત રોકાણ સોલ્યુશન્સ માટેની જરૂરિયાત સૌથી જરૂરી બની છે. મોમેન્ટમ અને ક્વોલિટી ઇન્વેસ્ટિંગ સાથે વિવિધ માર્કેટ કેપિટલાઇઝેશનમાં ડાયવર્સિફિકેશનનું મિશ્રણ કરે તેવી વ્યૂહરચના ખાસ પ્રસ્તુત બની શકે છે. ક્વોન્ટિટેટિવ એનાલિસીસઃ વ્યૂહાત્મક રોકાણનો પાયો: આ વ્યૂહરચના રોકાણ પસંદગીઓ કરવા માટે ક્વોન્ટિટેટિવ એનાલિસીસ પર મજબૂત મદાર રાખે છે. આ બારીકાઈપૂર્વકની મેથડ સ્ટોક્સને તેના મૂલ્ય, ઉપલબ્ધતા, ભૂતકાળના પ્રાઇઝ ટ્રેન્ડ્સ અને એકંદરે નાણાંકીય સ્થિતિના આધાર પર મૂલવે છે. આમ કરીને આ વ્યૂહરચના એવા સ્ટોક્સ પસંદ કરે છેે. વૃદ્ધિ મેળવવા માટે મોમેન્ટમ: મોમેન્ટમ ઇન્વેસ્ટિંગ એવી સિક્યોરિટીઝને લક્ષ્યાંક બનાવે છે જેણે અસ્થિરતાને એડજસ્ટ કરીને તાજેતરમાં મજબૂત કામગીરી દેખાડી છે. આ અભિગમ ટૂંકા ગાળામાં તેમનું પ્રદર્શન જાળવી રાખવા માટે સફળ શેરો તરફ વળે છે અને વર્તમાન માર્કેટ લીડર્સ સાથે તેના રોકાણો સાથે સંલગ્ન રહે છે. ગુણવત્તા જે જોખમ ઘટાડે: રોકાણ પ્રક્રિયામાં ‘ગુણવત્તા’ ઉમેરવાથી વધારાની સુરક્ષા મળે છે. ગુણવત્તાનું મૂલ્યાંકન નીચા દેવા, રોકાણ પર ઊંચું વળતર અને આવકમાં સ્થિર વૃદ્ધિ જેવા નાણાંકીય સૂચકાંકો દ્વારા કરવામાં આવે છે. જે કંપનીઓ આ પાસાં પર સારો સ્કોર કરે તે આર્થિક મંદી દરમિયાન વધુ સારી કામગીરી જાળવી રાખવાનું વલણ ધરાવે છે. વિદેશી રોકાણોમાં વધારો-વિસ્તરતા ડિજિટલ ઈન્ફ્રાનો સપોર્ટ
જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર વાર્ષિક ધોરણે ઘટીને 5.4 ટકા થયો હોવા છતાં, ભારત સૌથી ઝડપથી વૃદ્ધિ પામતા મુખ્ય અર્થતંત્રોમાંનું એક છે. જેમ જેમ દેશ આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યો છે તેમ તેમ તેના મજબૂત ફંડામેન્ટલ્સ અને વધતી જતી વૈશ્વિક પ્રતિષ્ઠાના પગલે તેના બજાર માટેનો દ્રષ્ટિકોણ મજબૂત રહે છે. ભારતીય અર્થતંત્ર પ્રગતિશીલ સુધારા, સીધા વિદેશી રોકાણોમાં વધારો અને વિસ્તરતા ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ઉત્તેજિત, ઝડપી વૃદ્ધિના માર્ગ પર આગળ વધવાનું ચાલુ રાખે તેવી ધારણા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments