રાજસ્થાનના બીકાનેરમાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જના ઉત્તર કેમ્પમાં પ્રેક્ટિસ દરમિયાન થયેલા વિસ્ફોટમાં બે સૈનિકોના મોત થયા હતા. એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. તેમને સુરતગઢની મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં 4 દિવસમાં આ બીજો અકસ્માત છે. બંને દુર્ઘટનામાં 3 જવાનોના મોત થયા છે. સેનાના પ્રવક્તા અમિતાભ શર્માએ કહ્યું- આ દુર્ઘટના ફાયરિંગ રેન્જના ચાર્લી સેન્ટરમાં થઈ, જ્યાં સૈન્ય અભ્યાસ ચાલી રહ્યો હતો. સવારે તોપ ફાયર કરતી વખતે અચાનક ધડાકો થયો, ત્રણ સૈનિકો તેની ઝપેટમાં આવી ગયા. ગાડી સાથે જોડતી વખતે તોપ છટકી, કોન્સ્ટેબલ વચ્ચે ફસાયો
રવિવારે પણ બીકાનેરમાં મહાજન ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં યુદ્ધાભ્યાસ દરમિયાન એક જવાન શહીદ થયો હતો. આર્મીની આર્ટિલરી 199 મીડીયમ રેજીમેન્ટના હવાલદાર ચંદ્ર પ્રકાશ પટેલ (31) તોપને ટોઈંગ વાહન સાથે અટેચ કરી રહ્યા હતા. આ દરમિયાન તોપ સરકી ગઈ અને ચંદ્રપ્રકાશ બંને વચ્ચે ફસાઈ ગયો. ગંભીર હાલતમાં તેને સુરતગઢ આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ચંદ્ર પ્રકાશ પટેલ 13 વર્ષથી સેનામાં હતા.