આજે એટલે કે બુધવારે (18 ડિસેમ્બર) શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ લગભગ 300 પોઈન્ટના ઘટાડા સાથે 80,400ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. તેમજ, નિફ્ટીમાં લગભગ 100 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે, તે 24,200ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. બુધવારના ટ્રેડિંગમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 16માં ઘટાડો અને 14માં તેજી છે. નિફ્ટીના 50 શેરોમાંથી 23માં ઘટાડો રહ્યો છે અને 27માં તેજી છે. NSE સેક્ટોરલ ઈન્ડેક્સમાં, નિફ્ટી મીડિયા 0.74%, નિફ્ટી ઑટો 0.53% અને નિફ્ટી PSU બેંક 0.51%નો ઘટાડોછે. જ્યારે FMCG, IT અને ફાર્મા સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે. એશિયન બજારો માટે મિશ્ર કારોબાર આવતીકાલથી 5 IPO ખુલશે શેરબજારમાં લિસ્ટિંગ માટે 19 ડિસેમ્બરે, કંપનીઓની 5 ઈનિશિયલ પબ્લિક ઓફર એટલે કે IPO ખુલશે. તેમાં ટ્રાન્સરેલ લાઇટિંગ લિમિટેડ, DAM કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ, મમતા મશીનરી લિમિટેડ, સનાથન ટેક્સટાઇલ લિમિટેડ અને કોનકોર્ડ એન્વિરો સિસ્ટમ્સ લિમિટેડનો સમાવેશ થાય છે. રોકાણકારો 23 ડિસેમ્બર સુધી તમામ પાંચેય IPO માટે બિડ કરી શકશે. તેમના શેર નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર 27મી ડિસેમ્બરે લિસ્ટ થશે. મંગળવારે 1000 પોઈન્ટ ઘટીને બજાર બંધ થયું હતું ગઈકાલે એટલે કે મંગળવારે (16 ડિસેમ્બર) સેન્સેક્સ 1,064 પોઈન્ટના ઘટાડા સાથે 80,684 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 332 પોઈન્ટ ઘટીને 24,336ના સ્તરે બંધ થયો હતો. BSE મિડકેપ 311 પોઈન્ટના ઘટાડા સાથે 47,816ના સ્તરે બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 29 ઘટ્યા અને 1માં તેજી રહી હતી. નિફ્ટીના 50 શેરોમાંથી 49માં ઘટાડા સાથે અને માત્ર એક જ શેર ઉછાળા સાથે બંધ રહ્યો હતો. NSEના તમામ સેક્ટોરલ ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી પીએસયુ બેંક સૌથી વધુ 1.88%ના ઘટાડા સાથે બંધ થયો. આ સિવાય નિફ્ટી મેટલ, બેંક, ઓટો, ફાર્મા પણ લગભગ 2% ઘટ્યા હતા.