અમરેલી શહેરમા સ્પા મસાજના અનેક સેન્ટર અલગ અલગ વિસ્તારમા આવેલા છે, જેમાં કેરિયારોડ ઉપર આવેલા અયોઘ્યા એપારમેન્ટમાં સ્પા મસાજ હોવાને કારણે સ્થાનિક લોકો ભારે રોષ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. નગરપાલિકામાં વાંરવાર લેખિત મૌખિત રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં કોઈ નિરાકરણ આવતું ન હતું જેના કારણે આજે મોટી સંખ્યામા મહિલાઓ પુરુષો બાળકો સહિત લોકો પ્રથમ બપોરના સમયે નગરપાલિકામા પહોંચી રજૂઆતો કરવામા આવી હતી. જોકે, કોઈ કોઈ જવાબ નહિ આપતા મોડી રાતે આત્મવિલોપન કરવા માટેની ચીમકી સ્થાનિક લોકોએ ઉચ્ચારવામા આવતા ચીફ ઓફિસર સહિત પોલીસ દોડી આવી હતી અને ચીફ ઓફિસર દ્વારા નોટિસ આપી 3 દિવસમાં યોગ્ય નિરાકરણ લાવવા માટે સ્થાનિક લોકોને ખાત્રી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો. આ અંગે સ્થાનિક પ્રિતેશભાઈ માનસેતાએ જણાવ્યું હતું કે, અમે અયોધ્યા એપારમેન્ટના રહીશો છીએ, અહીંયા 7 થી 8 સ્પા મસાજ શરૂ છે. અહીં સરકારના નિયમ પ્રમાણે સ્કૂલ નજીક કોઈને પરમિશન મળે નહીં. અમે બધા આજે ચીફ ઓફિસર સાથે બેસી નક્કી કર્યું છે. હાલ ચીફ ઓફિસર દ્વારા અમને આશ્વાસન આપ્યું છે કે 3 દિવસમાં યોગ્ય કાર્યવાહી થશે. અમે 75 પરિવારો રહીએ છીએ. જ્યાં બહેન દીકરીઓ પરિવાર સાથે રહે છે, જ્યાં આવા વ્યસાય ચાલે છે જેનાથી ગંદી નજર પડતી હોય છે જેથી અમારી સરકારને વીંનતી છે કે આ સ્પા બંધ કરો. આ અંગે અમરેલી નગરપાલિકા ચીફ ઓફિસર એચ.કે.પટેલે જણાવ્યું હતું કે, અયોધ્યા એપારમેન્ટના લોકોની રજૂઆતો હતીસ જ્યાં ગેરકાયદેસર ચાલતા સ્પા અંગેની રજૂઆતો હતી. અગાઉ અરજીઓ આવેલ હતી અત્યારે રૂબરૂ આવી રજૂઆતો કરતા ગુજરાત ટાઉન પ્લાનિંગની એકટની 36 કલમ હેઠળ આવા જે કોઈ ગેરકાયદેસર પાર્કિંગમાં બનાવેલ બાંધકામ હોય તેને નોટિસ આપી છે. 3 દિવસમાં કોઈ કાર્યવાહી નહિ કરે તો નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.