ભારતીય ઑફ સ્પિનર અશ્વિનના પિતા રવિચંદ્રને કહ્યું કે તેમનો પુત્ર પ્લેઇંગ-11માં પસંદ ન થવાથી ગુસ્સે હતો. વિદેશમાં યુવા ઓફ સ્પિનરને સ્થાન આપવું તેના માટે અપમાન જેવું લાગતું હતું. કદાચ આ અપમાનને કારણે અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. 18 ડિસેમ્બરે, બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ ડ્રો થઈ હતી. અશ્વિને મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. એજન્સીના રિપોર્ટ અનુસાર, અશ્વિને રોહિતને કહ્યું હતું કે જો તેને પ્લેઇંગ-11માં સ્થાન ન મળે તો સારું રહેશે કે તે ટીમ સાથે પ્રવાસ પણ ન કરે. પિતાને નિવૃત્તિની જાણ ન હતી
રવિચંદ્રને ન્યૂઝ-18ને કહ્યું, ‘મને પણ નિવૃત્તિ વિશે બુધવારે જ ખબર પડી. નિવૃત્તિ એ તેનો અંગત નિર્ણય છે, હું તેને રોકવા માગતો નથી, પરંતુ તેણે જે રીતે નિવૃત્તિ લીધી તેના ઘણા કારણો હોઈ શકે છે. આ વાત ફક્ત અશ્વિન જ જાણે છે.’ પરિવાર ભાવુક બની ગયો હતો
રવિચંદ્રને કહ્યું, ‘પરિવાર માટે આ ખૂબ જ ઇમોશનલ મોમેન્ટ છે, કારણ કે તે 14-15 વર્ષ સુધી મેદાન પર રહ્યો. તેની અચાનક નિવૃત્તિએ પરિવારને આઘાત આપ્યો. છેલ્લા કેટલાક દિવસોથી અમને લાગતું હતું કે તે ઓસ્ટ્રેલિયામાં અપમાનિત થઈ રહ્યો છે. છેવટે, તે ક્યાં સુધી આ સહન કરી શકશે? તેથી જ તેણે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હશે.’ પિતા અશ્વિનને થોડો વધુ રમતા જોવા માગતા હતા
રવિચંદ્રને કહ્યું, ‘મને ખબર નથી કે તેના મગજમાં શું ચાલી રહ્યું હતું. તેણે હમણાં જ જાહેરાત કરી. મેં તેનો સ્વીકાર કર્યો. હું આનો વિરોધ કરવા માગતો નથી, પરંતુ મારામાંથી એક ભાગ તેણે જે રીતે નિવૃત્તિ લીધી તેનાથી નારાજ છે. મને હજુ પણ લાગે છે કે તેણે ભારત માટે થોડું વધારે રમવું જોઈતું હતું.’ અશ્વિન નિવૃત્તિ બાદ ભારત પરત ફર્યો
અશ્વિને બુધવારે બ્રિસબેન ટેસ્ટ બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી. ટીમના સભ્યોએ તેના માટે કેક કાપી, અહીં અશ્વિને ટીમ સાથે જોડાયેલી પોતાની યાદો શેર કરી. નિવૃત્તિ બાદ તે ગુરુવારે ભારત પરત ફર્યો હતો અને સીધો તેના પરિવાર પાસે ગયો હતો. BGTમાં અશ્વિન માત્ર એક જ મેચ રમી શક્યો
આર અશ્વિનને ઓસ્ટ્રેલિયા સામેની વર્તમાન શ્રેણીની માત્ર એક મેચમાં રમવાની તક મળી હતી. પર્થ ટેસ્ટના પ્લેઈંગ-11માં વોશિંગ્ટન સુંદર એકમાત્ર સ્પિનર હતો જ્યારે અશ્વિનને એડિલેડની ડે-નાઈટ ટેસ્ટમાં સામેલ કરવામાં આવ્યો હતો. જ્યારે બ્રિસબેન ટેસ્ટમાં અશ્વિનની જગ્યાએ રવિન્દ્ર જાડેજાને તક મળી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અશ્વિનને લાગ્યું કે તે હવે ટીમનો પ્રથમ પસંદ ઓફ સ્પિનર નથી. તેથી, તેણે પર્થ ટેસ્ટ પછી જ નિવૃત્તિની યોજના બનાવી હતી. જો કે, જ્યારે રોહિત ઓસ્ટ્રેલિયા પહોંચ્યો ત્યારે તેણે અશ્વિનને વધુ એક ટેસ્ટ રમવા માટે મનાવી લીધો. અશ્વિને એડિલેડ ટેસ્ટ રમી, બ્રિસ્બેનમાં બેન્ચ પર બેઠો અને પછી નિવૃત્ત થયો. ************************** અશ્વિનની નિવૃત્તિ સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો… રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી: 287 મેચમાં 765 વિકેટ લીધી ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને ઈન્ટરનેશનલ ક્રિકેટનાં બધાં જ ફોર્મેટમાંથી રિટાયરમેન્ટ લેવાની જાહેરાત કરી છે. મેચ પછી તે પ્રેસ-કોન્ફરન્સમાં રોહિત શર્મા સાથે આવ્યો હતો. અને પ્રેસ-કોન્ફરન્સમાં જ નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે કહ્યું હતું કે ‘હું ક્રિકેટનાં બધાં જ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. ભારતીય ટીમ સાથે આજે મારો છેલ્લો દિવસ હતો.’ સંપૂર્ણ સમાચાર વાંચો… એન્જિનિયરિંગને અલવિદા કહીને ક્રિકેટને પેશન બનાવ્યું ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. અશ્વિને એન્જિનિયરિંગ છોડીને ક્રિકેટમાં પ્રવેશ કર્યો અને ઘણાં યાદગાર પ્રદર્શન આપ્યાં. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત ઓપનિંગ બેટર અને મીડિયમ પેસર તરીકે કરી હતી, પરંતુ બાદમાં ઓફ સ્પિનમાં નિપુણતા મેળવી હતી. અશ્વિને ઘણા રેકોર્ડ બનાવ્યા છે. બ્રિસ્બેન ટેસ્ટ બાદ તેણે પ્રેસ-કોન્ફરન્સમાં આવીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો… ‘મારી જરૂર નથી તો હું અલવિદા કહી દઉં…’ જો અત્યારે સિરીઝમાં મારી જરૂર નથી તો સારું રહેશે કે હું રમતને અલવિદા કહી દઉં આ વાત ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને કેપ્ટન રોહિત શર્માને તેના ચોંકાવનારા નિવૃત્તિના નિર્ણય પહેલાં કહી હતી. ન્યૂઝ એજન્સી PTIએ સૂત્રોને ટાંકીને આ દાવો કર્યો છે. 14 વર્ષ સુધી ભારત માટે ક્રિકેટ રમનાર અશ્વિન ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં હાર્યા બાદથી નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો…