મલાઈકા અરોરાએ હાલમાં જ તેના પુત્ર અરહાન ખાન સાથે એક નવી રેસ્ટોરન્ટ ખોલી છે. દરમિયાન, આખો ખાન પરિવાર તેની રેસ્ટોરન્ટમાં પહોંચ્યો હતો, જેમાં એક્ટ્રેસનો EX હસબન્ડ અરબાઝ ખાન પણ હતો. પરંતુ આ સમય દરમિયાન, સૌથી વધુ ધ્યાન સલીમ ખાન અને તેની પત્ની સલમા ખાન પર ગયું, જેમને સ્ટાફના સમર્થનથી રેસ્ટોરન્ટની અંદર લઈ જવામાં આવ્યા હતા. તેનો વીડિયો વાઇરલ થયો છે અને તેના ચાહકો તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. વાસ્તવમાં,વાઇરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સ્ટાફના સભ્યો સલીમ ખાનનો હાથ પકડીને લઈ જતા જોવા મળે છે. આ દરમિયાન તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો, પરંતુ તેમ છતાં તેમણે હાર ન માની અને સ્ટાફની મદદથી અંદર પ્રવેશ કર્યો. આ દરમિયાન સલમા ખાન પણ જોવા મળ્યા હતા. જેમને સપોર્ટ આપીને રેસ્ટોરન્ટની અંદર લઈ જવામાં આવી હતી. તે જ સમયે, અરહાન તેની દાદી હેલનનો હાથ પકડીને તેને રેસ્ટોરન્ટની અંદર લઈ જતો જોવા મળ્યો હતો. તે જ સમયે, ચાહકો પણ આ વાઇરલ વીડિયો પર ટિપ્પણીઓ કરી રહ્યા છે. એકે લખ્યું, ‘સલીમ જીને સલામ, જેમના માટે આ સીડીઓ ચડવી ખૂબ મુશ્કેલ છે, પરંતુ તેમ છતાં તમે હાર ન માની.’ બીજાએ લખ્યું, ‘કેટલો અદ્ભુત પરિવાર.’ આ સિવાય કેટલાક લોકોએ પૂછ્યું કે, ‘પરિવારની વહુ ક્યાં છે?’ મલાઈકા-અરબાઝે 2017માં છૂટાછેડા લીધા હતા
મલાઈકા અરોરાએ 1998માં એક્ટર અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા, જેની સાથે તેમને એક પુત્ર અરહાન છે. લગ્નના 19 વર્ષ બાદ 2017માં બંનેએ છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા પછી પણ, મલાઈકા અને અરબાઝ ઘણીવાર તેમના પુત્ર સાથે જોવા મળે છે. મલાઈકાએ છૂટાછેડા સમયે અરબાઝ પાસેથી 15 કરોડ રૂપિયાનું એલિમોની લીધી હતી.